ગૂગલ આજે ગુરુવારે તેના ડૂડલ દ્વારા પોલેન્ડના આવિષ્કારક, ડોક્ટર અને ઇમ્યુનોલોજિસ્ટ રુડોલ્ફ વીગલેનો 138 મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. તેમણે સૌથી જૂની અને સૌથી ચેપી રોગોમાનો એક મહામારી ટાઇફસ સામે પ્રથમ અસરકારક રસી તૈયાર કરી હતી.તેમના કાર્યને એક નહીં પરંતુ બે નોબેલ પુરસ્કાર નોમિનેશન આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો :ચૂંટણી અંગેની અરજી કરવાની સમય મર્યાદા નક્કી કરવાની માંગ અને ઇવીએમ રિલીઝ કરવામાં આવે
1883 માં ઓસ્ટ્રો-હંગેરિયન શહેર પ્રિઝેરો (આધુનિક ચેક રિપબ્લિક) માં જન્મેલા, રૂડોલ્ફ સ્ટીફન જાન વીગલ પોલેન્ડના જીવવિજ્ઞાની, ચિકિત્સક અને આવિષ્કારક હતા. તેમણે Lwówમાં વેઇગલ ઇન્સ્ટીટ્યૂટની સ્થાપના કરી, જ્યાં તેમણે વેક્સીન અનુસંધાન કર્યું. એક નાની જૂના અધ્યયનથી લઈને હજારો માનવ જીવન બચાવવા સુધી, તેમના અથાગ પરિશ્રમથી દુનિયાભરના લોકો પર પ્રભાવ પડ્યો છે. રૂડોલ્ફ વીગલને આજે પણ માનવજાત માટેના તેમના યોગદાન માટે યાદ કરવામાં આવે છે. 11 ઓગસ્ટ, 1957ના રોજ તેમનું નિધન થયું હતું.
એક સમયે, ટાઈફસ-સંક્રમિત બેક્ટેરિયમ રિકેટસિયા પ્રોવાઝેકીના વાહક બોડી લાઉસની શોધ થઈ રહી હતી. રુડોલ્ફ વીગલે આ નાના જંતુને પ્રયોગશાળામાં સ્વીકાર્યો અને શોધ્યું કે કેવી રીતે જીવલેણ બેક્ટેરિયા ફેલાવવા માટે જૂનો ઉપયોગ થાય છે. તેમણે રસી વિકસાવવાની આશામાં દાયકાઓ સુધી સંશોધન કર્યું. 1936 માં, વીગલ રસીએ તેના પ્રથમ લાભાર્થીને સફળતાપૂર્વક રસી આપી.
આ પણ વાંચો :હુર્રિયત નેતા સૈયદ અલી ગિલાનીનું 92 વર્ષની વયે અવસાન
ટાઇફસ ભલે કોરોના વાયરસ જેટલી ખતરનાક મહામારી ન હોય, પરંતુ 20મી સદીની શરૂઆતમાં તેના કારણે અસંખ્ય લોકોના મોત થયા હતા. વીગલ એક દૂરંદેશી વ્યક્તિ હતા જેઓ દવાના ક્ષેત્રમાં આગળની શોધના મૂલ્યને જાણતા હતા અને તે આવનારા દશકોમાં જીવનની ગુણવત્તાને કેવી રીતે પ્રભાવિત કરી શકાય છે, તેથી તેઓએ લવિવિમાં એક શોધ સંસ્થાનની પણ સ્થાપના કરી હતી. રૂડોલ્ફ વીગલ એક માનવતાવાદી પણ હતા જેઓએ સમાજની સેવાને સર્વોપરી માની હતી. તેમણે પોતાના જીવનને જોખમમાં નાખને અનેક યહૂદી સમુદાયના સભ્યોના કલ્યાણ માટે કામ કર્યું હતું.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મન સેના ટાઇફસ મહામારીનો સામનો કરવા માટે તેમની મદદ લેવા માંગતી હતી અને વીગલે આ અવસરનો ઉપયોય કરીને વિભિન્ન પોલિશ પાર્ટીઓના અનેક ભૂગર્ભમાં ઉતરી ગયેલા સભ્યો અને અસંખ્ય યહૂદી સમુદાયના સભ્યોને રોજગાર અપાવવા માટે કર્યો હતો.
આ પણ વાંચો :17 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક, કોવિડ -19 ને લગતા સામાન પરના દરની કરવામાં આવશે સમીક્ષા
ડૂડલમાં વીગલને બતાવવામાં આવ્યા છે કે તેમના હાથમાં ટેસ્ટ ટ્યુબ પકડેલો છે. દિવાલ પર એક તરફ જૂની તસવીરો છે અને બીજી બાજુ માનવ શરીર છે. ચિત્રકારે માઈક્રોસ્કોપને ડૂડલમાં, બન્સન બર્નર પર બીકર અને ધારકમાં ટેસ્ટ ટ્યુબ બધા લેબ ટેબલ પર મૂક્યા છે.
આ પણ વાંચો : કોંગ્રેસમાં પ્રશાંત કિશોરની એન્ટ્રી પર મતભેદ,G-23ના વિરોધ બાદ અતિંમ નિર્ણય સોનિયા ગાંધી લેશે
આ પણ વાંચો :ઇયુના વિદેશમંત્રીઓની બેઠકમાં ભારતને આમંત્રણ, જાણો ક્યા મૃદ્દા પર થશે ચર્ચા