એશિઝ 2019 માટે હેડિંગલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત નોંધાવી હતી. ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બ્રિટીશ પીએમ જહોનસનને સૌથી પહેલા આ વિશે માહિતી આપવામાં આવી હતી.
G-7 સમિટ દરમ્યાન PM મોદી દ્વારા આ મામલે PM જ્હોનસનને અભિનંદન પાઠવવામાં આવતા, PM જહોનસન PM મોદી પર આફરીન પોકારી ગયા હતા અને PM મોદી ગમે ત્યા હોય પણ દરેક બાબતો પર તેમની નજર ચોક્કસ હોય છે અને સમય અનુસાર તે તે મામલે રિએક્ટ પણ કરતા હોય છે, તે વિશ્વએ પણ આજે જોઇ લીધું હતું.