બેલ્જિયમમાં ફરી કોરોનાના કેસ વધતા તા ૧૩મી ડિસેમ્બર સુધી ફરી લોકડાઉન જાહેર થઈ ચૂક્યું છે. કોરોના રિટર્ન્સની સાથે યુરોપના અનેક દેશોની હાલત ફરી ખસ્તા થઇ ગઇ છે. અને માટે જ અનેક દેશો દ્વારા ફરી એક વખત લોકડાઉનનો સહારો લેવો પડી રહ્યો છે. પરંતું બેલ્જિયમમાં ફરી લોકડાઉન લાગતા સુરતનાં માથા પર ચિંતાની સીકન જોવામાં આવી રહી છે. સુરતની ચિંતાનું કારણ છે, સુરત હીરા ઉદ્યોગમાં વેપારને લઈ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સુરતનાં હીરાનાં કુલ વેપારનાં 50 ટકાથી વધુ રફ ડાયમંડ બેલ્જિયમથી આવે છે. ત્યારે નાના હીરા ઔદ્યોગકારોને રફ ડાયમંડનો સ્ટોક મેળવવામાં તકલીફ પડી શકે તેવો મત વ્યક્ત થઈ રહ્યો છે.
બેલ્જિયમ લોકડાઉનની અસર હીરા માર્કેટ પર
50 ટકા રફ ડાઈમંડ બેલ્જિયમથી આવે છે
વિદેશમાંથી ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. જેમાંનું એક બેલ્જિયમમાં પણ છે. બેલ્જિયમ મોટાભાગે રફ ડાયમંડ માટેનું સેન્ટર ગણવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે 50 ટકાથી વધુ રફ ડાયમંડ નો સ્ટોક બેલ્જિયમથી આવતો હોય છે. સામી દિવાળીએ બેલ્જિયમ માં જાહેર થયેલા લોકડાઉન ના કારણે ભારતમાં થતા વેકેશન દરમિયાન જે હીરા ઉદ્યોગકારો રફ ડાયમંડ લેવા માટે જતા હોય છે. તે હવે જઇ શકશે નહીં. જેના કારણે 5 નાના હીરા ઉદ્યોગકારોને ક્રિસમસ સિઝન માટે રફ ડાયમંડ ન મળતો સ્ટોક અટકે તેવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. મોટા ભાગે આફ્રિકા અને રાશિયાથી રફ ડાયમંડ બેલ્જિયમ આવે છે. તેમજ બેલ્જિયમથી મુંબઈ અને સુરત ડાયમંડ આવતા હોય છે. હીરા ઉદ્યોગ માટે છૂટછાટ જાહેર થઈ છે. જોકે નાના ઉદ્યોગકારોને રફ ડાયમંડ મેળવવામાં મુશ્કેલી થઈ છે.
મહત્વ નું છે કે, હીરા ઉદ્યોગકારો દ્વારા એક આશાવાદ જાહેર કરાયો છે કે, લોકડાઉન પછી સુરતના હીરા બજારમાં એક માસ સુધી રફ ડાયમંડ નહિ ખરીદવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવાયો હતો. તે દરમ્યાન પોલિશડ ડાયમંડનું માર્કેટ મજબૂત થયું હતું. જો હવે ફરી રફ ડાયમંડની અછત થાય તો પોલિશડ ડાયમંડ દર ઉચકાશે, તો તેનો સીધો લાભ હીરા ઉદ્યોગકારો ને થશે. જોકે બિજી તરફ રફ ડાયમંડ મેળવવા માં તકલીફ થઈ શકે પણ પોલિશડનાં વેપારને અસર નહિ થાય. મોટા ભાગે પોલીસડનો વેપાર અમેરિકા સાથે છે. દિવાળી પછી તરત ક્રિસમસ છે. બેલ્જિયમમાં લોકડાઉન થી રફ ડાયમંડ ની ખરીદી ને અસર થઈ શકે છે. તેવો મત રિજિયોનલ પ્રેસિડન્ટ જી.જે.ઇ.પી.સી ના દિનેશ નાવડીયા એ વ્યક્ત કર્યો હતું.