મોદી સરકારનાં 3 મંત્રીઓ સોનિયા ગાંધીનાં ઘરે તેમને મળવા માટે પહોંચ્યા હતા. સંસદીય બાબતોનાં કેનદ્રીયમંત્રી પ્રહલાદ જોશી, સંસદીય બાબતોનાં રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને કૃષી અને ખેડૂત વિકાસ બાબતનાં કેન્દ્રીયમંત્રી નરેન્દ્ર સિંહ તોમાર, કોંગ્રેસ સંસદીય પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા માટે સોનિયા ગાંધીનાં નિવાશ સ્થાને પહોંચ્યા હતા. આવતી 17મી જૂનથી જ્યારે સંસદનું સત્ર શરુ થવા જઇ રહ્યું છે. સત્ર દરમ્યાન સાંસદની કામગીરી સરળતા સાથે આગળ વધે તેવા ઉદ્દેશથી ભાજપના મંત્રીઓ દ્રારા સોનિયા ગાંધીની મુલાકાત લોવામાં આવી હતી.
સોનિયા ગાંધીનાં નિવાસ સ્થાને મળેલ બેઠક બાદ કેન્દ્રીયમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સોનિયા ગાંધી સાથેની તેેેમની મુલાકાત ખૂબ જ સૌમ્યતા સભર રહી હતી. તેઓએ સંસદનાં સત્રમાં કાર્યવાહી સરળતા ભરી રહે તે માટે તેમના સમર્થનની માંગ કરી. જોશીએ કહ્યું કે સરકારને હંમેશા ઘણા મામલે વિરોધ પક્ષનાં ટેકોની પણ જરૂર હોય છે, જેથી કરીને પ્રજા લક્ષી કામો કરવામાં સરળતા અને ઝડપ રહે. .