Not Set/ જાણો શા માટે આરબીઆઈ બેંક એ “રાણકી વાવ” ને પસંદ કરી ૧૦૦ રૂપિયાની નવી નોટ માટે

અમદાવાદ, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ૧૦૦ રૂપિયાની નવી નોટ બહાર પડવાનું એલાન કર્યું છે. આ નવી નોટ રિંગણી રંગની છે. આ નવી નોટની પહેલી જલક સામે આવી છે. આ નોટના પાછળના ભાગે ગુજરાત રાજ્યની પાટણમાં આવેલી રાણકી વાવને બતાવામાં આવી છે. તમને જાણવી દઈએ કે , દેશની સભ્યતાને દર્શાવા માટે એને નોટ પર દર્શાવામાં […]

Top Stories Gujarat Trending
Didjod5U8AEzbl9 જાણો શા માટે આરબીઆઈ બેંક એ “રાણકી વાવ” ને પસંદ કરી ૧૦૦ રૂપિયાની નવી નોટ માટે

અમદાવાદ,

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ૧૦૦ રૂપિયાની નવી નોટ બહાર પડવાનું એલાન કર્યું છે. આ નવી નોટ રિંગણી રંગની છે. આ નવી નોટની પહેલી જલક સામે આવી છે. આ નોટના પાછળના ભાગે ગુજરાત રાજ્યની પાટણમાં આવેલી રાણકી વાવને બતાવામાં આવી છે.

તમને જાણવી દઈએ કે , દેશની સભ્યતાને દર્શાવા માટે એને નોટ પર દર્શાવામાં આવ્યું છે. આપણી ઐતિહાસિક ધરોહર જેને યુનેસ્કો દ્વારા ઐતિહાસિક વારસો તરીકે જાહેર કરવામાં આવ્યું છે. લોકોને હજી આના વિષે એટલી બધી જાણ  નથી એટલા માટે લોકોને જાણ થાય તે હેતુ થી નોટમાં રાણકી વાવનો ઉપયોગ થયો છે.

ભારતીય સભ્યતા અને ઇતિહાસનો એક જીવતો જાગતો નમુનો છે રાણકી વાવ. એનું નિર્માણ ૧૧મી સદીમાં સોલંકી સામ્રાજ્યના સમયમાં થયું હતું. યુનેસ્કો એ રાણકી વાવને વર્લ્ડ હેરીટેજ સાઈટ માં એનો સમાવેશ કર્યો છે. રાણકી વાવમાં ઘણી બધી કલાત્મક મૂર્તિઓ છે જે વિષ્ણુ ભગવાન સાથે સંબંધિત છે.

૧૦૦ રૂપિયાની નવી નોટની આ છે ખાસિયતો :

દેવનાગરી લિપિમાં ૧૦૦ લખવામાં આવ્યું છે.

નવી નોટની મધ્યમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તસ્વીર અંકિત કરવામાં આવી છે.

આ નોટમાં ૧૦૦ નીચે તરફ લખેલું છે.

માઈક્રો લેટરમાં RBI, ભારત, INDIA લખાયું છે.

જમણી બાજુ અશોક સ્તંભ હશે.

મહાત્મા ગાંધીની તસ્વીરની જમણી બાજુ પ્રોમિસ ક્લોજ હશે અને તેની નીચે RBIના ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે.

આ ૧૦૦ રૂપિયાની નવી નોટ આખી રીતે ભારતમાં જ બની છે. મધ્ય પ્રદેશના દેવાસમાં પ્રેસમાં નોટનું છાપકામ શરૂ થઇ ગયું છે. આરબીઆઈ ગવર્નર ઊર્જિત પટેલની સહી સાથે આ નવી નોટ માર્કેટમાં આવશે.