Patan News: પાટણમાં પત્નીએ પોલીસકર્મી પતિ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવા બાબતે ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, આ મામલે મહિલાએ કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
માહિતી મુજબ પાટણમાં હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ હેમાભાઇ સોલંકીને સટ્ટો રમવાની કુટેવ પડી ગયા હોવાનું પત્નીએ આક્ષેપ કર્યો છે. પોલીસ પતિ દારૂ પી નશો કરીને પત્નીને મારઝૂડ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આખરે કંટાળીને મહિલાએ ફિનાઈલ પી લીધું હતું. મહિલા પતિવા શારીરિક-માનસિક ત્રાસથી હેરાન થઈ ગઈ હતી. પરિણામે આપઘાત કરવાની ફરજ પડી હતી.
મહિલાને ધારપુર સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. બાદમાં પત્નીએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પાટણ બી ડિવિઝન પોલીસ મથકે (કાકોશી પોલીસ સ્ટેશન) IPC ની કલમ 498 (એ)હેઠળ ગુનો કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હેડ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો:કેદારનાથમાં વરસાદમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં રેસ્ક્યુ
આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના
આ પણ વાંચો:Gujarat Rain Live: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ રાજ્યપાલને પત્ર લખી ઈચ્છામૃત્યુની માગ કરી