ઝારખંડ/ સ્મૃતિ ઈરાની પર રાંચીમાં FIR, કોંગ્રેસની ફરિયાદ પર BJPના IT સેલના વડા અમિત માલવિયા પર પણ કેસ

ઝારખંડ કોંગ્રેસે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, અમિત માલવિયા અને પ્રીતિ ગાંધી વિરુદ્ધ FIR નોંધાવી છે. તેમની વિરુદ્ધ રાજધાનીના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Top Stories India
સ્મૃતિ ઈરાની

ઝારખંડ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદે સોમવારે કોતવાલી પોલીસ સ્ટેશન રાંચીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયા અને પ્રીતિ ગાંધી વિરુદ્ધ FIR નોંધાવી છે. પ્રસાદે કહ્યું કે આ ત્રણેયે સુનિયોજિત કાવતરાના ભાગરૂપે તેમના સોશિયલ નેટવર્કિંગ હેન્ડલ્સ પર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. અજય કુમારના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું હતું. ન્યૂઝ એજન્સી ANIને આપવામાં આવેલા નિવેદનને વિકૃત રીતે અપલોડ કરવામાં આવ્યું છે. પ્રસાદે કહ્યું કે આ ડો. અજય કુમાર અને કોંગ્રસ પાર્ટીની છબી ખરાબ કરવા માટે કરવામાં આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે, બીજેપી નેતાઓએ અજય કુમાર પર એક વીડિયો શેર કરતા સવાલ ઉઠાવ્યા હતા જેમાં તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ પર ટિપ્પણી કરી રહ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ તેને આદિવાસી નેતાનું અપમાન ગણાવ્યું હતું.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પ્રમુખ જેવા ગૌરવપૂર્ણ પદની ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષને બદનામ કરવાના ઈરાદાથી અને ડો.અજય કુમારની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આમ કરીને ભાજપે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. સાથે જ દ્રૌપદી મુર્મુનું પણ અપમાન થયું છે. ડો. કુમારે તેમના નિવેદનની શરૂઆતમાં જ રાષ્ટ્રપતિ પદના બંને ઉમેદવારોની પ્રશંસા કરી હતી. પરંતુ આ કૃત્ય તેને સંપાદિત કરીને કરવામાં આવ્યું છે, જે IPCની કલમ 153-A 415, 469,499,500 અને 505(2) હેઠળ ગેરકાયદેસર છે.

પ્રસાદે કહ્યું કે, ભાજપની રાજકીય દુશ્મનાવટ અને આરએસએસની વિભાજનકારી વિચારધારાને કારણે આદિવાસી સમાજમાં કોઈ ભ્રમ ન સર્જાય, જેથી કાયદાકીય કાર્યવાહીની માગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ભાજપને આદિવાસી સશક્તિકરણ કે ઉત્થાન સાથે કોઈ લેવાદેવા નથી, માત્ર ચૂંટણીના લાભ-નુકસાન હેઠળ તેને કોઈપણ સમાજ કે ધર્મ સાથે જોડીને ધ્રુવીકરણની રમત આદત બની ગઈ છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમિત માલવિયા આવા કૃત્યો કરતા રહે છે, પરંતુ દેશની કમનસીબી છે કે બંધારણીય પદ પર બેસીને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા આવું ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવ્યું છે, જેની જેટલી નિંદા કરવામાં આવે તે ઓછી છે. રાજ્ય કોંગ્રેસના પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદ, ડો. એમ. તૌસીફ, સતીશ પોલ મૂંઝની, રાકેશ સંહિયા, જ્યોતિ સિંહ મથારુ, કુમાર રાજા, ગૌતમ ઉપાધ્યાય, ગૌરવ સિંહ, રાજીવ ચૌધરી, અજય સિંહ, યોગેન્દ્ર સિંહ બેની એફઆઈઆર દાખલ કરનારાઓમાં અગ્રણી હતા.

આ પણ વાંચો:કોણ છે શરદ પવારની પાર્ટીના ધારાસભ્ય જેમણે કર્યું ક્રોસ વોટિંગ, પોલીસને ચકમો આપીને હત્યા કેસમાં થઇ ચુક્યા છે ફરાર

આ પણ વાંચો:પશુમાં જોવા મળ્યો લમ્પી વાયરસ, તંત્ર થયું દોડતું

આ પણ વાંચો:  સુરતમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર, મીંડી ગેંગના યુવકનું મોત