અમદાવાદના કાલુપુર થી પાંચ કૂવા પાસે આવેલા સિંધી માર્કેટમાં રાત્રિના સમયે એકાએક વિકરાળ આગ જોવા મળી હતી. આ આગ અહીંની બજારમાં આવેલી ત્રણ કાપડની દુકાનમાં લાગી હતી. આ ઘટનાના પગલે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અહીં ગીચ વિસ્તાર હોવાથી આગ બુઝાવવામાં મુશ્કેલીઓ પડી રહી હતી, જોકે હજી સુધી કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી.
demise / શૂટિંગની વચ્ચે ડેમમાં નાહવા પડ્યા અને કાળનો કોળિયો બની ગયા આ…
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારના પાંચકુવા ફાયર સ્ટેશન પાસે આવેલી સિંધી માર્કેટ માં આવેલી ત્રણ કાપડની દુકાનો માં એકાએક આગ ભભૂકી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકોને થયા બાદ તેઓએ ફાયર વિભાગને ફોન કરતા ફાયર વિભાગની સાત ગાડીઓ ઘટનાસ્થળે આગ બુઝાવવા માટે પહોંચી ગઈ હતી. આગ વધારે પ્રસરે નહિ તે માટે આખું જવાનો પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યો છે. રાત્રિના સમયે હાલમાં કોરોનાના કારણે નાઈટ કર્યું જાહેર કરવામાં આવ્યો હોવાથી અન્ય કોઈ જાનહાનીની ઘટના ટળી હતી.
India / આમચી.. મુંબઈગરા માટે શુભ સમાચાર, ધારાવીમાં એપ્રિલ બાદ પ્રથમ …
આ આગ બુઝાવવા માટે ઘટનાસ્થળ પર 35 વિભાગના સ્ટાફ અને 4 અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગ 9: 05 કલાકે લાગી હતી. ફાયર વિભાગની ટીમે સ્થાનિક લોકોને સુરક્ષિત ખસેડ્યા હતા તેમજ પ્રાથમિક તારણમાં આગ શોટ સર્કીટના કારણે લાગી હોવાનું સામે આવી રહ્યું છે.
USA / પત્રકાર ડેનિયલ પર્લનો હત્યારો તેના ત્રણ સાથીઓ સાથે થશે મુક્ત…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…