સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગર હાઇવે પર વખતપર ગામના પાટિયા પાસે ખાનગી લકઝરી બસમાં અચાનક આગ લાગી હતી. જેમા કારણે દોડધામ પણ મચી ગઇ હતી.
રાજકોટથી અડમેર તરફ જતા બસમાં આ દુર્ઘટના થઇ હતી અને સદનસીબે બસમાં સવાર તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. મળતી મહિતી મુજબ બસ બળીને ખાખ થઇ ગઇ હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કોઇ મુસાફરએ ચાલું બસમાં ધુમ્રપાન કરતા આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરી છે. ફાયર ફાયટર સહીત પોલીસ કાફલો અને અધિકારીઓની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. તો બીજી તરફ હાઇવે પર ટ્રાફિક જામના જામ થતા અન્ય વાહનચાલકોને પણ ભારે હાલાવી પડી હતી.