@સુલેમાન ખત્રી, છોટાઉદેપુર
બોડેલીના ચાચક વિસ્તારમાં આવેલી લક્ષ્મીપાર્ક સોસાયટીના શ્રીજી કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.
છોટાઉદેપુર જીલ્લાના બોડેલીના છોટાઉદેપુર રોડ પર ભરચક એવા ચાચક વિસ્તારમાં આવેલ શ્રીજી કોમ્પલેક્સમાં કોઈક કારણસર આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાઇ ગયો હતો આગ લાગવાની સાથે સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા અને આગ લાગતા જ ફાયર ફાઇટરને જાણ કરાઇ હતી. બોડેલીના ફાયર ફાઇટર તાત્કાલિક આવી જતા આગને કાબુમાં લીધી હતી મોટી દુર્ઘટના બનતા અટકી હતી.
કોમ્પલેક્સના એક મકાનમાં આગ લાગી હતી. અને થોડા સમય માં જ આગે આજુબાજુ ના મકાનો ને પણ ઝપેટ માં લેતા અફરા તફરી નો માહોલ સર્જાઇ ગયો હતો. જોકે સ્થાનિકો દોડી આવતા મકાનોમાં રહેતા લોકોને બહાર કાઢી લેવામા આવ્યા હતા. બોડેલીના ભરચક વિસ્તારમાં લાગેલી આગને લઇ લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. આ ઘટનામાં કોઇ ગંભીર ઇજાઓ કે કોઈ જાન હાની ના થતા સ્થાનિકો એ હાશકારો અનુભવ્યો હતો. મકાનોમાં લાગેલી આગને લઇ સ્થાનિકોએ જીવ જોખમમાં મૂકી ગેસનો બાટલો બહાર કાઢી લેતા મોટી હોનારત ટળી હતી. કોમ્પલેક્સના પહેલા માળે લાગેલી આગનુ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પહેલા માળના મકાનો તેમજ નીચેની ગોડાઉનમાં આગ લાગતા ઘર વખરી તેમજ કેટલીક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઇ હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…