ગાંધીનગરઃ ગુજરાતમાં હવે ધોમધખતો તાપ શરૂ થઈ ગયો છે. આગામી અઠવાડિયું ગુજરાતીઓ માટે ભારે છે. દિવસભર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં પણ બપોરના બાર વાગ્યા પછી રસ્તાઓ સૂમસામ જોવા મળે છે.
હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે ગુજરાતમાં આગઝરતી ગરમી પડવાની છે. તેથી ભરબપોરે નીકળતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હવે હીટ કરફ્યુ ચાલી રહ્યો છે. આગામી પાંચ દિવસ તો આકાશમાંથી જાણે અગનગોળા વરસશે તેવી સ્થિતિ છે. ગુજરાત
ગુજરાતમાં હવે આકરો ઉનાળો શરૂ થઈ ગયો છે. દિવસભર ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બપોરના સમયે હવે મોટાભાગના રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યાં છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે છે. આગામી 5 દિવસ આ શહેરોમાં પડશે આગ ઝરતો તાપ.
જાણો આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે શું આગાહી કરી છે. ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે ફરી હિટવેવની આગાહી કરી છે. આગામી 5 દિવસ હજુ અંગ દઝાડતી ગરમી પડશે. આગામી પાંચ દિવસ તો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં દસ દિવસ પારો ઊંચો રહેશે. આગામી અઠવાડિયામાં સરેરાશ તાપમાને 42 ડિગ્રી રહે તેવી સંભાવના છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા
આ પણ વાંચો: પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ
આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે