Jammu & Kashmir News: જમ્મુના (Jammu) સુજવાન મિલિટરી સ્ટેશન (Military Station) પર ફાયરિંગ થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક જવાન ઘાયલ થયો છે. અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.ગુરુવારે ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના મચ્છલ અને તંગધાર સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પાર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ત્રણ આતંકવાદીઓને સફળતાપૂર્વક ખતમ કરી દીધા હતા.

માહિતી મુજબ, “ગુપ્તચર એજન્સીઓ તરફથી વિશ્વસનીય ઇનપુટ પ્રાપ્ત થયા હતા, જેને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ વિસ્તારોમાંથી સંભવિત ઘૂસણખોરીના પ્રયાસો અંગે વધુ સમર્થન આપવામાં આવ્યું હતું. ઇનપુટ્સના આધારે, ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને બીએસએફની ટુકડીઓએ મચ્છલ અને તંગધાર બંને સેક્ટરમાં સંભવિત ઘૂસણખોરીના માર્ગો પર ઓચિંતો હુમલો કર્યો હતો.”
28 ઓગસ્ટની સાંજે, શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી, જેના પગલે ગોળીબાર શરૂ થયો હતો જે 29 ઓગસ્ટની વહેલી સવાર સુધી ચાલ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કુપવાડા જિલ્લામાં આ વર્ષે આ 6ઠ્ઠું ઓપરેશન છે, જેના પરિણામે હવે વિદેશી ઘૂસણખોરો સહિત 10 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.