@મયૂર જોષી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ
વલસાડ જિલ્લાની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દેહદાનની પ્રેરણા આપતી સંસ્થા ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા મુંબઈના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અને હાલ નિવૃત જીવન વિતાવતા 75 વર્ષીય કાપડના વેપારીનું હૃદયની બીમારીથી મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ બાદ પરિવારના સભ્યોને દેહદાન અંગે જાગૃતિ આપી ઉમિયા સોશ્યલ ગ્રૂપે પરિવારની સાથે રહીને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી બનવા દેહદાન કરાવ્યું હતું.
વલસાડના શ્રીજી ટાવરમાં રહેતા અને મુંબઈમાં કાપડનો વેપારી હાલ નિવૃત ભાઈલાલભાઈ વીરજીભાઈ શાહ, ઉ.વ.75, જે છેલ્લા અઠવાડિયાથી હ્રદય રોગની બીમારીથી પીડાઇ રહ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવારે તેમનું મૃત્યુ થયું હતું. તેમની પત્ની અમૃતાબેન અને પરિવારના સભ્યોને ઉમિયા સોશ્યલ ટ્રસ્ટનો સંપર્ક કરી દેહદાન અંગે જાણકારી મેળવી હતી.
પરિવારના સભ્યો સાથે મિટિંગ કરી વલસાડ સિવિલ હોસ્પિટલમાં દેહદાન અને વલસાડની આઈ બેંકમાં ચક્ષુદાન કરવાનો નિર્ણય પરિવારે કર્યો હતો. જેને લઇ ભાઈલાલભાઈ હીરજીભાઈ શાહનો પાર્થિવદેહ સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દેહદાન કરવાનો નિર્ણય કર્યો હતો