IND vs SA/ ભારત-દક્ષિણ આફ્રિકાની પ્રથમ ટેસ્ટમાં વરસાદ પડતા રમત વહેલા સમાપ્ત કરાઇ,ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 208/8 બનાવ્યા

પ્રથમ દિવસની શરૂઆતમાં જ યજમાન ટીમના બોલરોએ ઘાતક બોલિંગ કરીને ટોપ ઓર્ડર બેટસમેનોને આઉટ કરી દીધા હતા. 

Top Stories Sports
6 15 ભારત-દક્ષિણ આફ્રિકાની પ્રથમ ટેસ્ટમાં વરસાદ પડતા રમત વહેલા સમાપ્ત કરાઇ,ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 208/8 બનાવ્યા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મંગળવારથી સેન્ચુરિયનમાં ટેસ્ટ શ્રેણી શરૂ થઈ  છે. પ્રથમ દિવસની શરૂઆતમાં જ યજમાન ટીમના બોલરોએ ઘાતક બોલિંગ કરીને ટોપ ઓર્ડર બેટસમેનોને આઉટ કરી દીધા હતા.  શાર્દુલ ઠાકુરે ખતરનાક પીચ પર બોલથી માથા અને હાથ પર વાગવા છતાં બહાદુરી બતાવી અને ઉપયોગી રન બનાવ્યા. પરંતુ શ્રેષ્ઠ બેટિંગ કેએલ રાહુલે કરી હતી જે દિવસની રમતના અંત સુધી 70 રન બનાવીને અણનમ રહ્યો હતો. વરસાદના કારણે પ્રથમ દિવસ પૂરો થઈ શક્યો ન હતો અને માત્ર 59 ઓવરની જ મેચ રમાઈ હતી.

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ તરખાટ મચાવ્યો હતો અને ટેસ્ટ ક્રિકેટમાં તેની 14મી પાંચ વિકેટ ઝડપી. એટલું જ નહીં રબાડાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પણ પૂરી કરી હતી. રબાડાની સામે ભારતીય બેટિંગ આક્રમણ પડી ભાંગ્યું હતું. નવોદિત નાન્દ્રે બર્જરે પણ બે વિકેટ ઝડપી હતી અને યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલને પેવેલિયન પરત મોકલ્યા હતા. માર્કો જેન્સનને પણ સફળતા મળી હતી. દિવસની રમતના અંત સુધીમાં ભારતનો સ્કોર 8 વિકેટે 208 રન હતો.

કેએલ રાહુલે સેન્ચુરિયન ટેસ્ટના પહેલા દિવસે શાનદાર બેટિંગ કરીને સૌના દિલ જીતી લીધા હતા. તેણે ભારતીય ટીમના સ્કોરને 200ની પાર પહોંચાડ્યો અને ટીમ માટે એક તૃતીયાંશથી વધુ રન બનાવ્યા. ભારતીય ટીમનો અત્યાર સુધીનો કુલ સ્કોર 208 રન છે જેમાંથી રાહુલ 105 બોલમાં 70 રન બનાવીને અણનમ રહ્યો છે. રાહુલે આ ઇનિંગમાં 10 ફોર અને બે શાનદાર સિક્સર ફટકારી હતી. તે હજુ પણ ક્રિઝ પર છે અને સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. મોહમ્મદ સિરાજ તેની સાથે ક્રિઝ પર છે, જો તે થોડો સમય તેને સાથ આપે તો રાહુલ પણ તેની સદી પૂરી કરી શકે છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી

આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ