15 વર્ષના લાંબા ટ્રાયલ બાદ પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા કેસમાં ચુકાદો આવી ગયો છે. દિલ્હીની સાકેત કોર્ટે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ હત્યાના કેસમાં ચુકાદો આપ્યો છે. ચુકાદો આપતી વખતે કોર્ટે પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કેસની સુનાવણી બાદ કોર્ટે 13 ઓક્ટોબરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
દિલ્હી પોલીસે સૌમ્યાની હત્યા મામલે 5 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે રવિ કૂપરની ગેંગના સભ્યોએ લૂંટના ઈરાદે સૌમ્યાની હત્યા કરી હતી. તેમાં રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક, અજય કુમાર અને અજય સેઠી હતા. આ તમામ માર્ચ 2009થી જેલમાં છે. સૌમ્યા હત્યા કેસની ટ્રાયલ કાર્યવાહી સાકેત કોર્ટમાં 16 નવેમ્બર, 2010ના રોજ શરૂ થઈ હતી.
2008 માં થયું હતું
30 સપ્ટેમ્બર 2008. રાતના 3:30 વાગ્યા હતા. દરરોજની જેમ સૌમ્યા વિશ્વનાથ પોતાની કારમાં ઘરે આવી રહી હતી. આ દરમિયાન દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં તેની કાર રોકી દેવામાં આવી હતી અને તેને ગોળી મારી દેવામાં આવી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દિલ્હી પોલીસને નેલ્સન મંડેલા રોડ પર તેની કારમાંથી સૌમ્યાનો મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં પોલીસને છ મહિના જેટલો સમય લાગ્યો હતો.
પોલીસને સીસીટીવી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે એક ભૂરા રંગની કાર સૌમ્યાનો પીછો કરી રહી હતી. બીપીઓ કર્મચારી જીગીશા ઘોષની હત્યામાં પણ તેની કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે માર્ચ 2009માં જિગીશા હત્યા કેસમાં રવિ કપૂર અને અમિત શુક્લાની ધરપકડ કરી ત્યારે પૂછપરછ દરમિયાન તેઓએ સૌમ્યાની હત્યાની કબૂલાત પણ કરી હતી.
આ પણ વાંચો: Diwali Bonus/ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલા આપી આ મોટી ભેટ
આ પણ વાંચો: Gaza Hospital Attack/ ‘ઈઝરાયલે હુમલો નથી કર્યો, ઈસ્લામિક જેહાદના રોકેટે મિસ ફાયર કર્યું’: નેતન્યાહુ
આ પણ વાંચો: Israel Hamas War/ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ જો બાઈડેન સાથેની મહત્વપૂર્ણ બેઠક રદ કરી!