Not Set/ વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ૫૮ તાલુકાઓમા નોધપાત્ર વરસાદ વરસ્યો, ઠેર ઠેર ભરાયા પાણી

રાજયમાં વરસાદની બીજી ઇનીંગ્સ શરૂ થઇ છે. રાજયના ૫૮ તાલુકાઓમા નોધપાત્ર વરસાદ વરસ્યો હતો. ૨૫ તાલુકાઓમાં બે થી પાંચ ઈચ અને ૩૩ તાલુકાઓમાં એક ઈચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૫૮ તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ થયો. જેમાં ૨૫તાલુકાઓમાં બે થી પાંચ ઈચ અને ૩૩ તાલુકાઓમાં એક ઈચ થી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. […]

Gujarat Others Trending
rain 9 વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ૫૮ તાલુકાઓમા નોધપાત્ર વરસાદ વરસ્યો, ઠેર ઠેર ભરાયા પાણી

રાજયમાં વરસાદની બીજી ઇનીંગ્સ શરૂ થઇ છે. રાજયના ૫૮ તાલુકાઓમા નોધપાત્ર વરસાદ વરસ્યો હતો. ૨૫ તાલુકાઓમાં બે થી પાંચ ઈચ અને ૩૩ તાલુકાઓમાં એક ઈચ વરસાદ વરસ્યો હતો.

છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૫૮ તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ થયો. જેમાં ૨૫તાલુકાઓમાં બે થી પાંચ ઈચ અને ૩૩ તાલુકાઓમાં એક ઈચ થી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ 7 કલાક સુધીમાં છોટાઉદેપુર અને તીલકવાડા તાલુકામાં પાંચ ઈચ, અનેકવાંટ, વાલોડ, ડોલવણ, ગોધરા, કુકરમુડા મળી કુલ ચાર તાલુકાઓમાં ચાર ઈચ વરસાદ વરસ્યો અને  વ્યારા, સુબીર, નીઝર મળી કુલ ત્રણ તાલુકાઓમાં ત્રણ ઈચથી વધુ વરસાદ વરસ્યો હતો.

rain 12 વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ૫૮ તાલુકાઓમા નોધપાત્ર વરસાદ વરસ્યો, ઠેર ઠેર ભરાયા પાણી

વધુ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

rain 11 વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ૫૮ તાલુકાઓમા નોધપાત્ર વરસાદ વરસ્યો, ઠેર ઠેર ભરાયા પાણી

મોરબીજિલ્લામાં લાંબા વિરામ બાદ આખરે મેઘમહેર જોવા મળી છે. મોરબી, ટંકારા અને વાંકાનેરમાં રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે કપાસ, ડાંગર, મગફળી સહિતના પાકોને લાભ થશે. હળવદમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

rain 10 વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ૫૮ તાલુકાઓમા નોધપાત્ર વરસાદ વરસ્યો, ઠેર ઠેર ભરાયા પાણી

તો અમરેલીમાં પણ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે.બાબરા, ધારી તેમજ રાજુલા પંથકમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ઝાપટા પડી રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ રહ્યો છે. વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.