કેરળના વર્કલા શહેરમાં સોમવારે મોડી રાત્રે એક ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના લગભગ 1.45 વાગ્યે વર્કલાના દલવપુરમમાં બની હતી. મૃતકોની ઓળખ પ્રથાપન (62), શેરલી (53), અભિરામી (25), અખિલ (29) અને અભિરામીના આઠ મહિનાના પુત્ર પ્રતાપન તરીકે કરવામાં આવી છે. બીજી તરફ પ્રતાપનનો મોટો પુત્ર નિહુલ ગંભીર રીતે દાઝી ગયો છે. તેની સારવાર ચાલુ છે.
પાડોશીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. આગમાં ઓછામાં ઓછી પાંચ મોટર સાયકલ અને ઘરમાં લગાવેલ એર કંડિશનર પણ બળીને ખાખ થઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાના કારણ વિશે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી. ગ્રામીણ એસપી દિવ્યા ગોપીનાથે કહ્યું કે ફોરેન્સિક નિષ્ણાતો ઘટનાસ્થળની તપાસ કર્યા બાદ જ કંઈ કહી શકાય.