ગુજરાતમાં પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે,મોરબીમાં આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આ અકસ્માત કાર અને ટ્રક વચ્ચે થયો હતો,આ અક્સમાત એટલો ગંભીર હતો કે દૂર દૂર સુધી કરૂણ આવાજ સંભળાતી હતી.
મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું ,અકસ્માત થતાં આજુબાજુના લોકો મદદે પહોચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.