રાજકોટ-ગોંડલ હાઇવે પર અકસ્માત
બિલીયાળા નજીક અકસ્માતમાં 5 ના મોત
એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત
બે પુરુષ અને 3 મહિલાના મોત
એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત
રાજયમાં દિવસેને દિવસે અકસ્માતના કેસો વધતાં જોવા મળી રહ્યા છે . તેમાં પણ ખાસ કરીને થોડા સમયથી દરરોજ ક્યાંક ને ક્યાક અકસ્માતના બનાવો બનતા જોવા મળી રહ્યા છે. ક્યારેક એવા ગંભીર અકસ્માત હોય છે જેમાં લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામતા હોય છે. ત્યારે જ એવી એક ઘટના સામે આવી છે . જેમાં રાજકોટ નજીક ગોંડલ હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત ગંભીર થયો . જેમાં બે પુરુષ અને 3 મહિલાના મોત ત્યાં ઘટના સાથળે જ થયા હોવાનું જાણવા મળ્યું છે .
ગોંડલ નજીક ભોજપરા અને બિલિયાળા વચ્ચે અકસ્માત થતાં 5 જેટલા લોકોનું ઘટના સ્થળે મોત થયા નું જાણવા મળ્યું છે જયારે 2 ઇજાગ્ર્સ્ત લોકોને ગોંડલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે . સ્થાનિક લોકો દ્વારા કાર માંથી લોકો ને બહાર કાઢવામાં આવ્યા હતા . તેમજ સ્થાનિક લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સ જાણ કરતાં તે અને હાઇવે ઓથોરિટી નો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગ્યો હતો.સમગ્ર બનાવ ને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પોહચી હતી.
મળતી માહિતી મુજબ અકસ્માત ટાયર ફાટતા કાર રોંગ સાઈડ માં આવી ને એસ.ટી.સાથે અથડાવવાવના કારણે થયો હોય તેવું જાણવા મળ્યું હતું . તેમજ કાર રાજકોટ થી ગોંડલ તરફ આવતી હતી..તેવું જાણવા મળ્યું હતું .