Ahmedabad News/ અમદાવાદમાં ભોંયરામાં ચાલે છે પાંચ હજાર ટ્યુશન ક્લાસીસ, તંત્ર દુર્ઘટના પછી જાગશે?

દિલ્હીમાં બેઝમેન્ટમાં ચાલતા ક્લાસમાં પાણી ભરાતા ત્રણના મોત થયા હતા. તેના પગલે દિલ્હીના બેઝમેન્ટોમાં ચાલતા બધા ટ્યુશન ક્લાસીસને સીલ વાગી ગયા હતા. હવે આ જ સંદર્ભમાં અમદાવાદની સ્થિતિ જોઈએ તો અમદાવાદમાં પાંચ હજારથી પણ વધારે ટ્યુશન ક્લાસીસ કોમ્પલેક્સ અને ભોંયરામાં ચાલી રહ્યા છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: દિલ્હીમાં બેઝમેન્ટમાં ચાલતા ક્લાસમાં પાણી ભરાતા ત્રણના મોત થયા હતા. તેના પગલે દિલ્હીના બેઝમેન્ટોમાં ચાલતા બધા ટ્યુશન ક્લાસીસને સીલ વાગી ગયા હતા. હવે આ જ સંદર્ભમાં અમદાવાદની સ્થિતિ જોઈએ તો અમદાવાદમાં પાંચ હજારથી પણ વધારે ટ્યુશન ક્લાસીસ કોમ્પલેક્સ અને ભોંયરામાં ચાલી રહ્યા છે.

હવે અમદાવાદનું તંત્ર શું દિલ્હી, જેવી દુર્ઘટના, સુરત જેવી દુર્ઘટના કે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોન જેવી ઘટનાની રાહ જોઈ રહ્યું છે. આ ટ્યુશન ક્લાસીસની કોઈપણ પ્રકારની નોંધણી નથી, કોઈપણ પ્રકારની પરવાનગી નથી, કોઈ નીતિનિયમો નથી. દર વખતે ઘોડા છૂટ્યા પછી જ તબેલાને તાળું મારવું જરૂરી છે. પહેલાં ન મારી શકાય. અમદાવાદમાં પણ કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કર્યા વગર આ પ્રકારના ક્લાસ ચાલે છે.

મોટા ભાગના વાલીઓ અને શિક્ષણ વિભાગ હજુ પણ કોઈપણ પ્રકારની આ ઘટનામાંથી બોધપાઠ શીખ્યા વિના ચાલતા સંખ્યાબંધ કોચિંગ ક્લાસિસમાં કોમ્પ્લેક્સને સેલરમાં કોઈપણ પ્રકારની સંખ્યાના નિયમોને અવગણીને ભરચક રીતે બેફામ ગેરકાયદેસર ટ્યૂશન ચાલી રહ્યા છે.

આજે પણ શિક્ષકો ટ્યૂશન નથી કરતાં એવી શાળાને લેખિત બાંહેધરી આપે છે, પરંતુ પાછળા બારણે બેરોકટોક ટ્યૂશન કરે છે. બીજી તરફ પ્રાઈવેટ શાળાઓમાં શિક્ષકોનો પગાર પણ એટલો ઓછો છે કે તેને જીવન નિર્વાહ ચલાવવા માટે ટ્યુશનનો આધાર લેવો પડે છે.

ટ્યૂશનમાં બાળકની સુરક્ષાના નિયમોમાં ચલાવી લેવામાં આવે છે. એક વર્ગમાં એક વિદ્યાર્થીને બેસવા માટે નિયમ પ્રમાણે આઠ ચોરસ ફૂટ જગ્યા જોઈએ. જેથી તેને પૂરતો ઓક્સિજન મળી શકે. આ માંગણી લોકો શાળા પાસેથી કરે છે પરંતુ જ્યારે તેમનું બાળક ટ્યુશનમાં ભણવા જાય છે ત્યાં આવા કોઈ સુરક્ષાના કે મોકળાશના નિયમો નથી હોતા છતાં તેને જાણી જોઈને ચલાવી લેવામાં આવે છે

શાળાની તોતિંગ ફી ભરીને ટ્યૂશનમાં મોકલતા વાલીને પ્રાથમિકમાં વિષયદીઠ એક હજાર રુપિયા પ્રતિ માસ ચૂકવવા પડે છે. જ્યારે હાઈસ્કૂલમાં આ ભાવ પ્રતિ વિષય રૂ. 1500 પ્રતિ માસ છે. ક્લાસીસ ચલાવતા એક શિક્ષકના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ત્રણેક હજાર ટ્યુશન ક્લાસિસ એવા છે કે જ્યાં શિક્ષકો કોમ્પ્લેક્સમાં ભણાવે છે. એક સમય એવો હતો કે માત્ર બેકારીનો સામનો કરતો બી.એડ.ના શિક્ષક જ આર્થિક તકલીફને કારણે ટ્યુશન કરવા જતા. પરંતુ આજે આ ક્ષેત્રમાં સૌથી વધુ એન્જિનિયરો ટ્યૂશન કરાવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં

આ પણ વાંચો:બાળકોને મોબાઈલ આપતા પહેલા થઇ જજો સાવધાન, માઠું લાગી આવતા 10 વર્ષના બાળકે કર્યો આપઘાત

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, યુવકને તલવાર વડે કેક કાપવી પડી મોંઘી