સોશિયલ મીડિયા એપ Instagram એક સપ્તાહમાં બીજી વખત ડાઉન થયું છે. સર્વિસ ડાઉન હોવાને કારણે યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મોડી રાત્રે 12 વાગ્યા બાદ લગભગ એક કલાક સુધી તેની અસર થઈ હતી. આ દરમિયાન, યુઝર્સ Instagram દ્વારા મેસેજ મોકલવામાં સક્ષમ હતા પરંતુ તેમનું ફીડ અપડેટ થઈ રહ્યું ન હોતું. વળી આ દરમિયાન Facebook પર ડાઉન ચાલી રહ્યુ હતુ. જેના કારણે યુઝર્સ ફરી એકવાર તેમના મોબાઇલમાં કોઇ ટેકનિકલ પ્રોબ્લમ આવ્યો હોય તેવુ વિચારી રહ્યા હતા.
આ પણ વાંચો – મોટા સમાચાર / મુકેશ અંબાણીએ રચ્યો નવો ઈતિહાસ, કમાણીનો તોડ્યો એવો રેકોર્ડ કે આ List માં થઇ એન્ટ્રી
સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ Instagram અને Facebook એક સપ્તાહમાં બીજી વખત ડાઉન થયુુ છે. સર્વિસ ડાઉન હોવાને કારણે યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. બંને એપ રાત્રે 12 વાગ્યા પછી લગભગ છ કલાક સુધી પ્રભાવિત રહ્યા હતા. જોકે હવે સેવા ફરી શરૂ કરવામાં આવી છે. અગાઉ, રવિવાર-સોમવાર 3 થી 4 ઓક્ટોબર વચ્ચે, Instagram, Facebook અને Whatsapp નાં સર્વર લગભગ છ કલાક સુધી બંધ રહ્યા હતા. સોશિયલ મીડિયા જાયન્ટને તેના ડેટા સેન્ટરોનાં નેટવર્ક પર નિયમિત જાળવણી દરમિયાન ભૂલને કારણે છ કલાક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન ઘણા યુઝર્સ Instagram પર ફોટા અપલોડ કરી શક્યા નહીં, જ્યારે ઘણા Facebook મેસેન્જરથી મેસેજ મોકલવામાં નિષ્ફળ રહ્યા હતા. ફેસબુકે કહ્યું કે, અમને માફ કરો. કેટલાક લોકોને અમારી એપ્લિકેશન્સ અને વેબસાઇટને એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. જો તમે અમારી સેવાનો ઉપયોગ કરવામાં અસમર્થ છો તો અમે દિલગીર છીએ. અમે જાણીએ છીએ કે તમે એકબીજા સાથે વાતચીત કરવા માટે અમારા પર કેટલા નિર્ભર છો. હવે અમે સમસ્યા હલ કરી છે. આ વખતે પણ ધીરજ રાખવા બદલ ફરી આભાર.
આ પણ વાંચો – માનવતા શર્મસાર / રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં દોઢ વર્ષનાં માસુમ બાળકને રઝળતો મુકાયો
વળી, Instagram એ તેના નિવેદનમાં કહ્યું છે કે, અમે દિલગીર છીએ. તમારામાંથી કેટલાકને હમણાં ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં થોડી સમસ્યા આવી રહી છે. અમે તેના માટેખૂબ જ દિલગીર છે, અત્યારે વસ્તુઓ સ્થિર થઈ ગઈ છે અને બધું હવે સામાન્ય થઈ જવું જોઈએ. અમારી સાથે સહકાર આપવા બદલ આભાર.