અલવિદા/ આ કારણોથી વિરાટ કોહલીએ Captainship છોડવાનો કર્યો નિર્ણય

એવી ચર્ચા હતી કે ભારતીય ક્રિકેટમાં કેપ્ટનશીપ (અલગ રીતે) વિભાજીત કરવાનો સમય આવી ગયો છે, પરંતુ BCCI દ્વારા આ વાતને નકારી કાઠવામાં આવી હતી.

Sports
1 262 આ કારણોથી વિરાટ કોહલીએ Captainship છોડવાનો કર્યો નિર્ણય

છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી, તે આખરે સાચી સાબિત થઈ હતી અને થોડા દિવસો બાદ યુએઈમાં રમાનારા ટી 20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીએ આ ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી. જોકે ચર્ચા હતી કે તે વિરાટ વ્હાઈટ બોલ ફોર્મેટ (વનડે અને ટી 20) ની કેપ્ટનશીપ છોડી દેશે, પરંતુ વિરાટે હાલમાં ટી20 ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. આનો અર્થ એ થયો કે વિરાટ ટેસ્ટ અને વનડેનો કેપ્ટન રહેશે. પોતાના ટ્વિટર પર લખેલા પત્રમાં વિરાટે ટી 20 કેપ્ટનશીપ છોડવાનું કારણ કામનાં ભારણને ગણાવ્યું છે. આમા તેણે કહ્યું છે કે, તે ત્રણેય ફોર્મેટમાં છેલ્લા 5-6 વર્ષથી કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તે વનડે અને ટેસ્ટમાં સંપૂર્ણ રીતે કેપ્ટનશીપ કરવા માટે પોતાને સ્પેસ આપવા માંગે છે.

1 263 આ કારણોથી વિરાટ કોહલીએ Captainship છોડવાનો કર્યો નિર્ણય

આ પણ વાંચો – અલવિદા / કોહલીનાં વિરાટ Decision બાદ ગાંગુલી-શાહે આપ્યું મોટુ નિવેદન, જણાવ્યું કેમ તેઓ છોડશે Captainship

જો કે, છેલ્લા દોઢ વર્ષમાં, એવી ચર્ચા હતી કે ભારતીય ક્રિકેટમાં કેપ્ટનશીપ (અલગ રીતે) વિભાજીત કરવાનો સમય આવી ગયો છે, પરંતુ BCCI દ્વારા આ વાતને નકારી કાઠવામાં આવી હતી. અને જ્યારે થોડા દિવસો પહેલા આવા સમાચાર આવ્યા હતા, ત્યારે પણ BCCI તરફથી આ વાતને નકારી હતી. જોકે, જમીન પર ઘણા ખરા કારણો રહ્યા હતા, જેણે વિરાટ પર દબાણ બનાવ્યું અને પછી તેની અસર ટી 20 માંથી કેપ્ટનશિપ છોડવાના રૂપમાં આવી. જણાવી દઇએ કે, ત્રણ સૌથી મોટા વાસ્તવિક કારણો વિશે, જેણે વિરાટ પર ટી 20 ની કેપ્ટનશીપ છોડવાનું દબાણ કર્યું અને જેના કારણે તેણે આ મોટો નિર્ણય લીધો. છેલ્લા બે વર્ષમાં વિરાટની બેટિંગ તેણે પોતાના માટે નક્કી કરેલા સ્કેલ જેટલી રહી નથી. તમે આ હકીકત પરથી સમજી શકો છો કે વર્ષ 2019 થી કોહલીએ ટેસ્ટમાં બેટથી કોઇ સદી ફટકારી નથી. દરેકને લાગતું હતું કે વધારે કામનાં ભારણને કારણે કોહલીની બેટિંગ પ્રભાવિત થવા લાગી છે. અને અંતે તેમણે લખેલા પત્રમાં આ વાત સ્વીકારી.

1 264 આ કારણોથી વિરાટ કોહલીએ Captainship છોડવાનો કર્યો નિર્ણય

આ પણ વાંચો – Cricket / વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની ટી 20 ની કેપ્ટનશીપ છોડવાની કરી જાહેરાત

છેલ્લા કેટલાક વર્ષોમાં, રોહિત શર્માએ ટી 20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે પોતાનું કદ વધાર્યું છે. આ વર્ષોમાં, રોહિતનાં બેટથી બેટથી ઘણા રન નીકળ્યા છે. આ વર્ષોમાં રોહિતે કેપ્ટન તરીકે ખૂબ જ મજબૂત હાજરી આપી હતી. રોહિતે તેની Captainship હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને સતત બે ટાઇટલ જીતાડ્યા છે, સાથે સાથે કુલ પાંચ ટાઇટલ પણ જીતાડ્યા છે. આ વિરાટ પર ઘણું દબાણ લાવનાર રેકોર્ડ હતો. રોહિત પણ 34 વર્ષનો થઈ ગયો હતો અને આવી સ્થિતિમાં, પસંદગીકારોનાં એક વર્ગમાં ચર્ચા ચાલી રહી હતી કે આટલા મોટા રેકોર્ડને કારણે આ અનુભવી વ્યક્તિને પણ કેપ્ટનશીપની તક મળવી જોઈએ.પરંતુ નિર્ણય વહેલી તકે લેવો જરૂરી હતો. વિરાટ કોહલી છેલ્લા ઘણા વર્ષોથી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેમની કેપ્ટનશીપમાં ભારતે ઘણી મહત્વની સીરીઝ જીતી હતી, પરંતુ ભારત તેની કેપ્ટનશીપમાં વ્હાઈટ-બોલ વર્ઝનમાં કોઈ આઈસીસી ટાઇટલ જીતી શક્યું ન હોતું. આ બાબતને લઈને તેમના પર સતત દબાણ હતું અને પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. વિરાટનાં નિર્ણયનું આ પણ એક કારણ હતું. જોકે, વિરાટ પાસે વર્લ્ડ કપ જીતીને તેનું પ્રથમ આઈસીસી ટાઇટલ જીતવાની સારી તક છે, જે થોડા દિવસો બાદ શરૂ થવા જઈ રહી છે.