સ્ટારપ્લસ પર આવતી સીરીયલ અનુપમાએ ચાહકોનું દીલ જીતી લીધું છે. જો કે તેના ટોપ પર રહેવા પાછળ અનેક કારણો જવાબદાર છે. જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ ટીવી સીરીયલની વિચારસરણી પણ બદલાતી જાય છે. પહેલાની સીરીયલ્સમાં સ્ટોરીઓ હોતી હતી. હવે સ્ટોરીઓ ઓછી અને ડ્રામા વધુ હોય છે. સીરીયલ ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી જ રહ્યો હતો કે એક વર્ષ પહેલા ટીવી ઉપર અનુપમા સીરીયલ લોન્ચ કરવામાં આવી. થોડા જ દિવસોમાં સીરિયલે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું અને ટીઆરપી ચાર્ટમાં નંબર 1 નું સ્થાન લઇ લીધું. સ્થિતિ એ છે કે અવાર નવાર લોકો આ સીરીયલ વિષે ચર્ચા કરતા રહે છે. આ સીરીયલ લોકોની રૂઢીવાદી વિચારસરણી તોડી તેમને અરીસો દેખાડવાનું કામ કરી રહી છે. જેની આપણા સમાજને ઘણી જરૂર પણ છે.
લગ્ન પછી મહિલા છૂટાછેડા નથી આપી શકતી : કાવ્યા અને વનરાજના સંબંધોનું સત્ય જાણ્યા પછી અનુપમા તૂટી ગઈ હતી. પણ ફરીથી તેણે હિંમત દેખાડી. અનુપમાએ વનરાજ સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો. આ નિર્ણય અનુપમા માટે મુશ્કેલ હતો, પણ તેણે મુંઝાઈને જીવન જીવવાને બદલે છૂટાછેડા લેવાનું યોગ્ય સમજ્યું.
ઘર ચલાવવા વાળી મહિલા બિઝનેસ પણ ચલાવી શકે છે : 25 વર્ષ સુધી માત્ર ઘર ચલાવવા વાળી અનુપમાએ જયારે પોતાની ડાંસ એકેડમી ખોલવાનો નિર્ણય લીધો, તો તે બધા માટે આશ્ચર્યની વાત હતી. વનરાજને અનુપમાનું ડાંસ કરવું જરાપણ પસંદ ન હતું, પણ અનુપમાએ એકેડમી ખોલી જણાવી દીધું કે તે તેના નિર્ણય જાતે લઇ શકે છે. ત્યાર પછી જયારે અનુપમાના જીવનમાં અનુજ કપાડીયાની એન્ટ્રી થઇ, તો અનુજે અનુપમાને બિઝનેસ પાર્ટનરશીપની ઓફર કરી. અનુપમાએ મનનું સાંભળ્યું અને હવે તે ઘરની સાથે સાથે પોતાના અધૂરા સપનાને પણ જીવી રહી છે.
માતા અને દીકરા વચ્ચે ખાસ સંબંધ : અનુપમાનો પોતાના નાના દીકરા સમર સાથે ખાસ સંબંધ છે. સમર પણ પોતાની માં ને પોતાના કરતા વધુ પ્રેમ કરે છે અને માને છે. સુખ હોય કે દુઃખ બંને માં દીકરા હંમેશા એક બીજા સાથે ઉભા રહેતા જોઈ શકાય છે.
અનુપમા અને અનુજની દોસ્તી : છૂટાછેડા પછી અનુપમા જીવનના ઘણા ઉતાર ચડાવ માંથી પસાર થઇ રહી હતી, ત્યારે તેના જીવનમાં સ્કુલ ફ્રેન્ડ અનુજની એન્ટ્રી થાય છે. તેની સાથે જ ઘણી ખુશીઓની પણ એન્ટ્રી થાય છે. ઘરમાં ઘણા લોકોને અનુજ અને અનુપમાની મિત્રતા સામે વાંધો હતો, પણ આ વખતે અનુપમાએ માત્ર તેના મનનું સાંભળ્યું.
પોતાની ઉપર વિશ્વાસ હોવો જરૂરી: તમે હાઉસમેકર હો કે ઓફીસ વર્કર પોતાની ઉપર વિશ્વાસ હોવો ઘણો જરૂરી છે. અનુપમા કોઈ પણ કામ પૂરા વિશ્વાસ સાથે કરે છે અને સફળ પણ થાય છે.
શીખવાની કોઈ ઉંમર નથી હોતી : અનુપમા ત્રણ બાળકોની માં છે. જે ઉંમરમાં મહિલાના સાંધામાં દુઃખાવો થવા લાગે છે, તે ઉંમરમાં અનુપમા કાંઈક નવું શીખવાની ઈચ્છામાં હંમેશા દોડતી રહે છે.
સપોર્ટીવ સસરા : આજના સમયમાં એવું ઘણું ઓછું જોવા મળે છે કે જયારે કોઈ સસરા પોતાની વહુને દીકરીની જેમ પ્રેમ આપે. અનુપમાના સસરા પણ કાંઈક એવા જ છે. અનુપમાનો નિર્ણય કાંઈ પણ હોય, તેના સસરા હંમેશા તેની સાથે ઉભા રહેતા જોવા મળે છે.
પોતાની જાતને પ્રેમ કરવો : સંબંધોની જાળમાં ફસાઈને મહિલા પણ પોતાના માટે સમય નથી કાઢી શકતી. તે ભૂલી જાય છે કે તે પણ માણસ છે અને તેને પણ જીવવાનો હક્ક છે. અનુપમાએ પણ પોતાના વિષે થોડું મોડું વિચાર્યું અને હવે તે કોઈ પણ સ્થિતિમાં પોતાની ખુશીઓ સાથે સમાધાન નથી કરવા માંગતી, જે સાચું પણ છે. એક ખોટા સંબંધ માંથી નીકળીને અનુપમા પોતાના માટે જીવતા શીખી રહી છે, જે માણસ માટે ઘણું જરૂરી છે. તમારા માંથી કેટલા લોકો અનુપમા જોઈને તેની ટીઆરપી વધારી રહ્યા છે.
સીરીયલ ટીઆરપીના લીસ્ટમાં સૌથી ઉપર છે. પરંતુ એક વાત તો એ પણ છે કે આ માત્ર રીલ લાઇફ છે જે રીયલ લાઇફથી ઘણી..ઘણી..અને ઘણી જ દૂર છે.