અમદાવાદ
જો તમે દિવાળીના તહેવારમાં મોબાઈલ ફોન ખરીદવાનુ વિચારી રહ્યા છો તો આ માટે દિવાળીની રાહ જોયા વિના અત્યારે જ મોબાઈલ ફોન ખરીદી લો. કારણ કે આગામી મહિનેથી મોબાઈલ ફોનની કિંમતોમાં વધારો થવા જઈ રહ્યો છે.
માનવામાં આવી રહ્યુ છે કે, આગામી મહિનાથી મોબાઈલ ફોન ઓછામાં ઓછા ૧૦ ટકા સુધી મોંઘા થઈ શકે છે. ઓછા ભાવના સ્માર્ટ ફોન અને ફીચર ફોનની કિંમત ૧૨ ટકા સુધી વધી શકે છે. મોબાઈલ ફોન કંપનીઓ ઓક્ટોબરથી મોબાઈલ ફોનની કિંમત વધારવા જઈ રહી છે. ડોલરના મુકાબલે રુપિયાના મૂલ્યમાં જે ઘટાડો થયો છે તેના કારણે મોબાઈલ નિર્માતા કંપનીઓનો પ્રોડક્શન ખર્ચ સતત વધી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ડોલરના મુકાબલે રુપિયાના મુલ્યમાં જે ઘટાડો થયો છે, તેનાથી પ્રોડક્શન ખર્ચમાં વધારો થયો છે અને એટલા માટે જ આ મહિનાના અંત સુધીમાં અથવા તો આવતા મહિનાની શરુઆતમાં મોબાઈલ ફોનના ભાવમાં વધારો થશે. મોબાઈલની કિંમતમાં ૧૦ ટકા જેટલો વધારો થઈ શકે છે. અત્યારે જૂના સ્ટોકના ફોન વેચાઈ રહ્યા છે અને નવો સ્ટોક આવશે એટલે નવા વધારવામાં આવેલ નવા ભાવ સાથે ફોન વેચવામાં આવશે.
મહત્વનુ છે કે, ડોલરના મુકાબલે રુપિયાના મૂલ્યમાં ઘટાડો થયો છે એક મહિના પહેલા ડોલરનુ મુલ્ય ૬૫ રુપિયા આસપાસ હતુ જે અત્યારે વધીને ૭૨ની પાર થઈ ગયો છે. મોબાઈલ ફોન બનાવવા માટેના કેટલાક પાર્ટ્સ ઈમ્પોર્ટ કરવા પડે છે. જેથી તેના પાર્ટ્સ ખરીદવા મોંઘા થઈ રહ્યા છે.