Jamnagar/ વડોદરા એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલના પગલે જામનગરના એરપોર્ટ પર સધન ચેકિંગ

વડોદરા ના એરપોર્ટને બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી ભર્યા મળેલા ઈમેલ ના પગલે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર રાજ્યભરના એરપોર્ટ પર સતર્કતા દાખવવામાં આવી રહી છે.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 18T200510.074 વડોદરા એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલના પગલે જામનગરના એરપોર્ટ પર સધન ચેકિંગ

@સાગર સંઘાણી
વડોદરા ના એરપોર્ટને બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી ભર્યા મળેલા ઈમેલ ના પગલે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર રાજ્યભરના એરપોર્ટ પર સતર્કતા દાખવવામાં આવી રહી છે, જેના પગલે જામનગરના એરપોર્ટ પર પણ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા સધન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જોકે કશું વાંધાજનક મળ્યું નથી.

જામનગરની બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડના પીએસઆઇ આર.સી. દેસાઈ, તેમજ એ.એસ.આઈ. ડી.યુ.અગ્રાવત, એલ.એમ. લૈયા, અને કે. એચ. વ્યાસ, તેમજ હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઈ દાણીધારીયા, પોલીસ કોન્સ્ટેબલ વી.બી. જાડેજા, અને ડોગ હેન્ડલર વિજયભાઈ રૂડાચ વગેરે તાત્કાલિક અસરથી જામનગરના એરપોર્ટ પર પહોંચ્યા હતા.

જ્યાં સમગ્ર ટીમેં જામનગરના પોલીસ દળ સાથે જોડાયેલા ‘એસક્પ્લોઝીવ ડિટેક્ટર ડોગ – સ્ટાઈકર’ ને સાથે રાખીને સમગ્ર પરિસર નું સધન ચેકિંગ કર્યું હતું, અને બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જોકે કશું વાંધાજનક મળ્યું ન હોવાથી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. જોકે હજુ પણ એરપોર્ટ પર સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડી કરોડોના ઓઈલની કરી ચોરી, બે ભેજાબાજ ભાઈબંધુઓનું કારસ્તાન

આ પણ વાંચો: નવસારી: જાણીતા યુવા બિલ્ડરે બનાવી જોખમી રીલ, વીડિયો થયો વાયરલ

 આ પણ વાંચો: ગાંધીનગરને મળ્યા નવા મહિલા મેયર, કોર્પોરેટર રહેલ મીરા બેન પટેલ બન્યા મેયર