Not Set/ વિદેશ મંત્રાલયની ઈરાન-યુએસ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીયોને ઇરાક નહીં જવાની સલાહ

છેલ્લા કેટલાક દિવસોથી યુ.એસ. અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં વધારો થઈ રહ્યો છે. ઇરાને આજે સવારે 5.30 વાગ્યે ઇરાકના યુએસ એરબેઝ પર એક ડઝન રોકેટ છોડ્યા હતા. જે બાદ વિસ્તારમાં અશાંતિનું વાતાવરણ સર્જાયું છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઇરાક ન જવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું, ‘ઇરાકની હાલની પરિસ્થિતિ જોતાં ભારતીય નાગરિકોને સલાહ […]

Top Stories India
ઠાસરા 2 વિદેશ મંત્રાલયની ઈરાન-યુએસ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીયોને ઇરાક નહીં જવાની સલાહ

છેલ્લા કેટલાક દિવસોથી યુ.એસ. અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં વધારો થઈ રહ્યો છે. ઇરાને આજે સવારે 5.30 વાગ્યે ઇરાકના યુએસ એરબેઝ પર એક ડઝન રોકેટ છોડ્યા હતા. જે બાદ વિસ્તારમાં અશાંતિનું વાતાવરણ સર્જાયું છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઇરાક ન જવાની સલાહ આપી છે.

વિદેશ મંત્રાલયે કહ્યું, ‘ઇરાકની હાલની પરિસ્થિતિ જોતાં ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગળનું જાહેરનામું બહાર  નાં આવે ત્યાં સુધી ઇરાકની તમામ બિન-જરૂરી મુસાફરીને રદ કરે. ઇરાકમાં રહેતા ભારતીય નાગરિકોને જાગૃત રહેવાની અને ઇરાકની અંદર પણ પ્રવાસ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. ‘

 મંત્રાલયે વધુમાં કહ્યું કે બગદાદ ખાતે ભારતીય દૂતાવાસ અને ઇરબિલ કોન્સ્યુલેટ ઇરાકમાં રહેતા ભારતીયોને તમામ સેવાઓ પૂરી પાડવા માટે સામાન્ય રીતે કામગીરી ચાલુ રાખશે. આ સિવાય સરકારી સૂત્રો કહે છે કે ભારતે ચાલી રહેલી તણાવને કારણે તેની તમામ એરલાઇન્સને ઈરાન, ઇરાક અને ગલ્ફ ક્ષેત્ર ઉપર ઉડાન ન ભરવા માટે જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.