મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ રાયસેન કિલ્લામાં ભોજનના ત્યાગ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી કિલ્લામાં સ્થિત શિવ મંદિરનું તાળું ખોલવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ભોજન નહીં લે. ઉલ્લેખનીય છે કે રાયસેનમાં શિવ મહાપુરાણ કથામાં પ્રસિદ્ધ કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ રાયસેન કિલ્લાના શિવ મંદિરમાં તાળાને લઈને મુખ્યમંત્રી શિવરાજને ટોણો માર્યો હતો.
ત્યાર બાદ ઉમા ભારતીએ કહ્યું હતું કે, તેઓ આ કિલ્લામાં આવીને ગંગાજળથી શિવ અભિષેક કરશે. જે અંતર્ગત તેઓ પૂજા માટે મંદિર પહોંચ્યાં હતાં પરંતુ ગર્ભગૃહ ન ખુલતાં બહારથી જ પ્રાર્થના કરી હતી. ઉમા ભારતી એ કહ્યું કે, હું નિયમોનું પાલન કરીશ. આતો બહું નાનું પાતાળું તાળુ છે અને હું તેને એક મુક્કાથી પણ તોડી નાખીશ, પણ હું એવું નહિ કરું. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારે પુરાતત્વ વિભાગ સાથે ચર્ચા કરીને મંદિરને નિયમો દ્વારા ખોલાવવું જોઈએ.
ઉમા ભારતીએ વધુમાં કહ્યું કે, જ્યારે તાળું ખુલશે ત્યારે હું મુખ્યમંત્રી શિવરાજ સિંહ સાથે અહીં આવીશ અને અહીં જ પ્રસાદ બનાવીને ભોલેનાથને અર્પણ કરીશ અને ત્યારબાદ જ તેઓ ભોજન લેશે.
આ દરમિયાન ઉમાએ રાજા પૂરનમલ અને તેમના પરિવારને પણ પ્રણામ કર્યા. ઉમાએ કહ્યું કે, અમે તાળું તોડતા નથી. અમારું સુત્ર હતું આગળ વધો, જોરથી બોલો અને રામજન્મભૂમિનું તાળું ખોલો, પણ તાળું તોડો એ અમારું સૂત્ર નહોતું. અમે મર્યાદામાં રહ્યાં છીએ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના વંશજ છીએ.
ઉમા ભારતીયે એ પણ ઉલ્લેખ કર્યો કે, રાધેશ્યામ વશિષ્ઠે મોટું આંદોલન કર્યું. હિન્દુ મહાસભાના પરિણામે અહીં એક વિશાળ ઉજવણી થઈ. અહીં તાળું ખોલવામાં આવ્યું અને પૂજા શરૂ થઈ. હવે હું ઈચ્છું છું કે, અમને આ તક બહુ જલ્દી મળવી જોઈએ અને રાજ્યના પુરાતત્વ વિભાગે કેન્દ્રીય પુરાતત્વ વિભાગનો સંપર્ક કરવો જોઈએ અને અહીંના પ્રશાસનને અહીંના તાળા ખોલવાનો અધિકાર મળવો જોઈએ. હાલમાં આ સત્તા વહીવટીતંત્ર પાસે નથી.
આ પણ વાંચો:કોરોનાથી લોકડાઉન, ઘરોમાં કેદ બુમો પાડતા લોકોનો વીડિયો વાયરલ
આ પણ વાંચો: કેજરીવાલે ગુજરાતની સરકારી શાળાની હાલત જોઈને કર્યો અફસોસ, કહ્યું, આ દુર્દશા ખૂબ જ દુઃખદ