New Delhi: પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહનું 95 વર્ષની વયે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેઓ ઘણાં સમયથી બીમાર હતા. તેમની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. નટવર સિંહે મે 2004 થી ડિસેમ્બર 2005 સુધી ડૉ. મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. નટવર સિંહે મે 2004 થી ડિસેમ્બર 2005 સુધી ડૉ. મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ નટવર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં 1929માં જન્મેલા નટવર સિંહે તેમનું પ્રાથમિક શિક્ષણ મેયો કોલેજ, અજમેર અને સિંધિયા સ્કૂલ, ગ્વાલિયરમાંથી પૂર્ણ કર્યું હતું. આ પછી તેણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું.
1953માં IFS તરીકે પસંદગી પામ્યા
તેઓ 1953માં ભારતીય વિદેશ સેવા (IFS)માં પસંદ થયા હતા. તેમણે ચીન, ન્યુયોર્ક, પોલેન્ડ, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, જમૈકા અને ઝામ્બિયા સહિતના વિવિધ દેશોમાં સેવા આપી હતી.
1984માં IFSમાંથી રાજીનામું આપ્યું
ત્રણ દાયકાની સેવા પછી, નટવર સિંહે રાજકારણમાં પ્રવેશવા માટે 1984માં IFSમાંથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. એ જ વર્ષે તેઓ લોકસભાની ચૂંટણી જીત્યા. તેમને રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:હિંડનબર્ગ રિપોર્ટના ઘટસ્ફોટ પર કોંગ્રેસે તાત્કાલિક પગલા લેવા કરી માગ
આ પણ વાંચો:અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં બે જવાન શહીદ
આ પણ વાંચો:વકફ બિલ: બહુમતી હોવા છતાં બિલને JPCને મોકલવાનું કારણ શું છે?