Not Set/ સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય મહેશ મકવાણાનું નિધન, કોળી સમાજ શોક મગ્ન

સુરેન્દ્રનગરમાં પૂર્વ MLA મહેશ મકવાણાનું નિધન થયું છે. તેઓને હાર્ટ એટેક આવ્યો હતો. મહેશ મકવાણાના નિધનથી કોળી સમાજ શોક મગ્ન થઈ ગયો છે.

Gujarat Others
મહેશ
  • સુરેન્દ્રનગરઃ પૂર્વ MLA મહેશ મકવાણાનું નિધન
  • સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય હતા મહેશ મકવાણા
  • હાર્ટ એટેક આવતા થયું મહેશ મકવાણાનું નિધન
  • મહેશ મકવાણાના નિધનથી કોળી સમાજ શોક મગ્ન
  • ભાજપમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે મહેશ મકવાણા

સુરેન્દ્રનગરમાં પૂર્વ MLA મહેશ મકવાણાનું નિધન થયું છે. તેઓને હાર્ટ એટેક આવ્યો હતો. મહેશ મકવાણાના નિધનથી કોળી સમાજ શોક મગ્ન થઈ ગયો છે. વર્ષો જૂના અને પીઢ તેમજ અનુભવી રાજકારણીયનાં અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ. તેઓનાં પિતા સ્વ. કરમશીભાઈ મકવાણા કોંગ્રસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

આપને જણાવી દઈએ કે, સોમવારે કોંગ્રેસના ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશિયારાનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું. ડો. અનિલ જોશીયારાના નિધન સાથે કોંગ્રેસે ભાજપની લહેરો સામે અડીખમ રહીને લાંબા સમયથી ચૂંટાતા ધારાસભ્યને ગુમાવ્યા છે. ડો. 2002થી 2017 સુધી સતત ટાર ટર્મ માટે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

વ્યવસાયે સર્જન અનિલ જોશિયારા 1995માં પહેલીવાર ભિલોડા વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે શંકરસિંહ વાઘેલાની આગેવાની હેઠળની સરકાર દરમિયાન 1996 અને 1997માં આરોગ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

આ પછી વાઘેલાએ 1998માં તેમની રાષ્ટ્રીય જનતા પાર્ટીનું કોંગ્રેસમાં વિલિનીકરણ કર્યું. ત્યારથી તેઓ આ વિધાનસભામાંથી કોંગ્રેસની ટિકિટ પર જીતતા હતા. કોંગ્રેસના નેતાઓએ તેમના નિધનને રાજ્યના રાજકારણની મોટી ખોટ ગણાવી છે.

આ પણ વાંચો :ફ્રેન્ડને ડયૂટી સોંપી બોયફ્રેન્ડ સાથે ફરવા જવું મહિલા કોન્સ્ટેબલને પડ્યું ભારે, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો :અંકલેશ્વરમાં “ચોથી જાગીરનું ચિંતન” વિષય પર સેમિનાર ,પત્રકારત્વને ગણાવ્યું “મિરર ઓફ ધ સોસાયટી”

આ પણ વાંચો :લીંબડી રાજમહેલમાં ચોરી કરનાર તસ્કર ગેંગ ઝડપાઇ, ચોરીનો મુદ્દામાલ વેચવા પ્લેનમાં ગયાં હતાં દિલ્હી અને મુંબઇ

આ પણ વાંચો :ઝીંઝુવાડા રણમાં વાછડાદાદા મંદિર કેમ્પમાં 356 અગરિયા દર્દીઓની તપાસ કરવામાં આવી