coal scam/ પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રે ને કોલસા કૌભાંડમાં ત્રણ વર્ષની સજા

આખરે 1999 ઝારખંડ કોલસા બ્લોક કૌભાંડ કેસમાં 21 વર્ષ પછી આજે ચુકાદો આવ્યો છે. આ કેસમાં દિલ્હીની સીબીઆઈની વિશેષ અદાલતે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રે ને ત્રણ વર્ષની સજા સંભળાવી છે.

Top Stories India
ipl2020 91 પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રે ને કોલસા કૌભાંડમાં ત્રણ વર્ષની સજા

આખરે 1999 ઝારખંડ કોલસા બ્લોક કૌભાંડ કેસમાં 21 વર્ષ પછી આજે ચુકાદો આવ્યો છે. આ કેસમાં દિલ્હીની સીબીઆઈની વિશેષ અદાલતે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રે ને ત્રણ વર્ષની સજા સંભળાવી છે. દિલીપ રે સિવાય તત્કાલીન કોલસા મંત્રાલયનાં બે અધિકારીઓ, પ્રદીપકુમાર બેનર્જી અને નિત્ય નંદ ગૌતમ, કૈસ્ટ્રોન ટેક્નોલોજીસ લિમિટેડ (સીટીએલ) નાં ડિરેક્ટર મહેન્દ્રકુમાર અગ્રવાલ અને કૈસ્ટ્રોન માઇનીંગ લિમિટેડ (સીએમએલ) ને પણ આ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે.

જણાવી દઇએ કે, દિલીપ રે તત્કાલીન વાજપેયી સરકારમાં કોલસા રાજ્યમંત્રી હતા. એપ્રિલ 2017 માં, દિલીપ રે ઉપરાંત તત્કાલીન કોલસા મંત્રાલયનાં બે વરિષ્ઠ અધિકારીઓ પ્રદીપકુમાર બેનર્જી અને નિત્યાનંદ ગૌતમ, તેમજ કૈસ્ટ્રોન ટેક્નોલોજીસ લિમિટેડ અને તેના ડિરેક્ટર મહેન્દ્રકુમાર અગ્રવાલ પર સીબીઆઈની વિશેષ અદાલતે છેતરપિંડી, ગુનાહિત ષડયંત્ર અને વિશ્વાસ ભંગનો આરોપ નક્કી કરાયો હતો. કોર્ટે તે સમયે કહ્યું હતું કે આરોપીઓ સામે કેસ શરૂ કરવા માટે પૂરતા પુરાવા છે. લાંબી સુનાવણી પછી, 14 ઓક્ટોબરે કોર્ટે તમામને દોષિત ઠેરવીને ચુકાદો અનામત રાખ્યો, જે આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો. જે અંતર્ગત દિલીપ રે અને અન્ય બે લોકોને ત્રણ વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત ત્રણેય પર 10 લાખનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ સિવાય સીટીએલ પર  60 લાખ રૂપિયા અને સીએમએલ પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સીબીઆઈ અનુસાર, 1998 માં, સીટીએલએ કોલસા બ્લોક માટે કોલસા મંત્રાલયને અરજી કરી હતી. તે દરમિયાન દિલીપ રે કોલસા રાજ્યમંત્રી હતા. આ અરજી અંગે કોલ ઈન્ડિયાએ કહ્યું હતું કે, જે સ્થળે ખાણકામની પરવાનગી માંગવામાં આવી રહી છે તે સુરક્ષિત નથી કારણ કે તે પાણીથી ભરેલું છે. એક વર્ષ પછી 1999 માં, સીટીએલએ ફરીથી અરજી કરી. આ વખતે કોલસા મંત્રાલયનાં અધિકારીઓ પ્રદીપકુમાર બેનર્જી અને નિત્ય નંદ ગૌતમે તેમને બ્લોક ફાળવ્યા હતા. બ્લોક મળ્યા બાદ સીટીએલ ત્યાંથી ખાણકામની પરવાનગી લીધા વિના કોલસા કાઠ્યા હતા.