બીજું વિશ્વયુદ્ધ લડનાર ભૂતપૂર્વ યુએસ સૈનિક હારોલ્ડ ટેરેન્સે 100 વર્ષની ઉંમરે પોતાની 96 વર્ષની ગર્લફ્રેન્ડ જીન સ્વેર્લિન સાથે લગ્ન કર્યા. ટેરેન્સ અને સ્વર્લિનના લગ્ન ફ્રાન્સના નોર્મેન્ડીના ડી-ડે બીચ પર સ્થિત ‘ટાઉન હોલમાં’ થયા હતા. આ એ જ જગ્યા છે જ્યાં 6 જૂન, 1944ના રોજ મિત્ર દેશોના વિમાનોના ઉતરાણ પછી ભીષણ લડાઈ થઈ હતી, જેણે યુરોપને એડોલ્ફ હિટલરના જુલમમાંથી મુક્ત કરવામાં મદદ કરી હતી.
ટેરેન્સ અને સ્વર્લિનના લગ્નમાં હાજર રહેલા કેટલાક લોકો બીજા વિશ્વયુદ્ધના યુગના વસ્ત્રોમાં સજ્જ હતા. જીન સ્વર્લિનએ ગુલાબી ડ્રેસ પહેર્યો હતો. જ્યારે, ટેરેન્સે લાઈટ બ્લુ રંગનો સૂટ પહેર્યો હતો. ટેરેન્સે તેને “તેમના જીવનનો સર્વશ્રેષ્ઠ દિવસ” ગણાવ્યો અને સ્વર્લિને કહ્યું, “પ્રેમ ફક્ત યુવાનો માટે જ નથી.”નવદંપતીને શનિવારે રાત્રે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને યુએસ પ્રમુખ જો બિડેન સાથે સ્ટેટ ડિનર માટે એલિસી પેલેસમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ભારતમાં લૂનો સામનો કરવો પડશે
આ પણ વાંચો: LIVE: નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે
આ પણ વાંચો: શપથ ગ્રહણ સમારોહ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત