Surat News/ સુરતમાં બે કલાકમાં ચાર ઇંચ અને કચ્છમાં ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ

સુરતમાં વરસાદ હવે ત્રાહિમામ પોકરાવી રહ્યો છે. બે કલાકમાં જ ચાર ઇંચ વરસાદ ખાબકતાં ચોમેર પાણી-પાણી છે. આ ઉપરાંત કચ્છમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા ભુજ અને નખત્રાણા સહિતત ચોમેર પાણી-પાણી થઈ ગયું હતું.

Gujarat Gandhinagar Top Stories Rajkot Surat Breaking News
Beginners guide to 72 3 સુરતમાં બે કલાકમાં ચાર ઇંચ અને કચ્છમાં ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ

Surat News:  સુરતમાં વરસાદ હવે ત્રાહિમામ પોકરાવી રહ્યો છે. બે કલાકમાં જ ચાર ઇંચ વરસાદ ખાબકતાં ચોમેર પાણી-પાણી છે. આ ઉપરાંત કચ્છમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા ભુજ અને નખત્રાણા સહિતત ચોમેર પાણી-પાણી થઈ ગયું હતું.

સુરતમાં સવારથી જ મેઘરાજાની ધમધોકાર બેટિંગ યથાવત છે. તેના લીધે આખુ સુરત જળબંબાકાર થઈ ગયું છે. સુરતના અનેક વિસ્તારો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુરતની સ્થિતિ હાલમાં તો ભારે વરસાદના લીધે બદસુરત થઈ ગઈ છે.

કચ્છમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ થયો છે. મુંદ્રામાં પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. કચ્છમાં ચાર કલાકમાં જ પાંચ ઇંચ વરસાદના લીધે બધે પાણી-પાણી જેવી સ્થિતિ છે. મુંદ્રાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. માંડવીમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. નખત્રાણામાં ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસાદ ખાબક્યો છે. આના લીધે નખત્રાણા-લખપત માર્ગ પાણીના પ્રવાહથી બંધ થઈ ગયો છે.

મુંદ્રા પર મેઘરાજા મહેરબાન થયા છે. સાડા પાંચ ઇંચ વરસાદ વધુ વરસાદ ખાબક્યો છે. ઉકળાટ બાદ રાત્રે મેઘાની જોરદાર બેટિંગ જોવા મળી છે. બરોઈ રોડ અને અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખૂલી છે.

આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં 24 કલાક અવિરત વરસાદ જોવા મળ્યો છે. ભરૂચના અંકલેશ્વરમાં 3.5 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. અમરાવતી નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. નદીના વહેણમાં ભેંસો તણાઈ જતાં પશુપાલકો માટે આભ તૂટ્યા જેવો ઘાટ છે.

નવસારી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ થયો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત વરસાદ છે. નવસારી જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ જોવા મળે છે. મેઘો મૂશળધાર વરસતા કાવેરી નદી બે કાંઠે જોવા મળે છે. કાવેરી નદીમાં જળસ્તર વધતાં લો લેવલ બ્રિજ ડૂબ્યો છે. નદીમાં પાણીનું સ્તર વધતા તડકેશ્વર મહાદેવનું મંદિર જળમગ્ન થઈ ગયું છે.

જામનગર નજીકનો સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે. ડ્રોન દ્વારા તેનો અદભુત નજારો જોવા મળ્યો છે. આ ડેમને જામનગરની જીવાદોરી માનવામાં આવે છે. નીચાણવાળા વિસ્તારોમાં 11 ગામને સાવચેત કરાયા છે. સસોઈ ડેમનો અદભુત અને કુદરતી રમણીય નજારો છે.

નવસારીના ચીખલીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. માણેકપોર ગામે આંગણવાડીમાં પામી ભરાયા છે. આંગણવાડીના બાળકોને ઘરના ઓટલા પર બેસાડાય છે. ગટરલાઇન ખુલ્લી રાખવામાં આવતા આંગણવાડીમાં પાણી ભરાયા હતા. તપેલા દ્વારા પાણી બહાર કાઢવાની નોબત આવી હતી. ગામ લોકોએ વિડીયો બનાવી વાઇરલ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજયમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર, વાઈરસે 36 બાળકોના લીધો ભોગ

આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: ભૂટાનના રાજા અને વડાપ્રધાને CM ભુપેન્દ્ર પટેલ સાથે સ્નેહ ભોજન લીધું