@નિકુંજ પટેલ
મણીપુરમાં અજાણ્યા શખ્સોએ સિરક્ષા દળના વાહન પર આઈઈડીથી વિસ્ફોટ કર્યો હતો. જેમાં ચાર પોલીસકર્મીઓ ગંભીરપણે ઘાયલ થઈ ગયા હતા. હાલમાં તેમની સારવાર આસામ રાયફલ કેમ્પમાં ચાલી રહ્યો છે.અખબારી અહેલાનો મુજબ આ ઘટના ડેંગ્નૌપાલના મોરેહમાં શનિવારે બપોરે 3.30 વાગ્યે બની હતી. જ્યારે પોલીસ મોરેહથી કી લોકેશન પોઈન્ટ (કેએલપી) તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે વિદ્રોહીઓએ તેમને નિશાન બનાવ્યા હતા. 4 ડિસેમ્બરે આ જ ઠેકાણે બે જૂથો વચ્ચે થયેલલા ફાયરીંગમાં 13 જણાના મોત નીપજ્યા હતા.
બીજીતરફ ઈમ્ફાલ વેસ્ટ જીલ્લાના કદંગબંદમાં હથિયારધારી શક્સોએ એક ખ્સની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. મૃતકની ઓળખાણ જોમ્સબોન્ડ નિંગોમબામ તરીકે થઈ છે. પોલીસનું કહેવું છે જેમ્સબોન્ડ ગામની સુરક્ષામાં તૈનાત હતો.મણીપુરના સીએમ એન.બિરેન સિંહે યુવકની હત્યાની નિંદા કરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કેટલાક લોકો રાજ્યમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ એક દુર્ગભાગ્યપુર્ણ ઘટના છે. અમે તેમને છોડીશું નહી.
પોલીસનું કહેવું છે કે મોરેહ વોર્જ નંબર-9ના ચિકીમ બેન્ગમાં અજાણ્યા હથિયારધારીઓએ મોરેહની કમાન્ડો ટીમ પર ગોળીઓ છોડીને બોમ્બથી હુમલો કર્યો હતો. મણીપુર પોલીસ કમાન્ડો આ વિસ્તારમાં નિયમીત પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસનું કહેવું છે શરૂઆતમાં બે બોમ્બ વિસ્ફોટ થયા હતા ત્યારબાદ 300 થી 400 રાઉન્ડ ફાયર કરાયા હતા.
મણીપુરમાં 18 કુકી ઉગ્રવાદી સમુહ છે. તેમાંથી સૌથી વધુ સક્રિય કુકી રિવોલ્યુશનરી આર્મી(કેઆરએ) અને કુકી નેશનલ આર્મી(કેએનએ) સંગઠ્ઠન છે. કુકી ઉગ્રવાદી સમુહોએ 2008માં સરકાર સાથે ત્રિપક્ષીય સમજુતી પર હસ્તાક્ષ કર્યા હતા.સશસ્ત્ર સંઘર્ષ દ્વારા મણીપુરને ભારતથી અલગ કરવાની વકીલાત કરનારા 8 મૈતેઈ ચરમપંથી સંગઠ્ઠનો વિરૂધ્ધ ગૃહ મંત્રાલયે 13 નવેમ્બર 2023ના રોજ યુએપીએ પ્રતિબંધ વદારી દીધો હતો. તમામ 8 સંગઠ્ઠનો પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) સંબંધિત છે.
મણીપુર ફાયરીંગમાં માર્યા ગયેલા 13 જણા મૈતેઈ ગ્રુપના લોકો છે. કુકી વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાં બીજા જૂથે ગોળીબાર કર્યો હતો જેમાં મોટા ભાગનાની ઉમર 20 થી 25 વર્ષની છે. 4 ડિસેમ્બરે મણીપુરમાં બે જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં માર્યા ગયેલા 13 જણાની ઓળક થઈ ચુકી છે. જે તમામ મૈતેઈ સમુહના છે. આ ઘટના મ્યાનમાર સરહદ પાસેના કુકી વસ્તી ધરાવતા ચેંગ્નૈપાલ જીલ્લાના લીથુ ગામમાં થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ મૃતકોનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. પોલીસ આ હત્યાઓ અંગે તપાસ કરી રહી છે. એવી શંકા સેવાઈ રહી છે કે આ તમામ લોકો શસ્ત્રોની ટ્રેનિંગ લેવા માટે બોર્ડની પેલે પાર જઈ રહ્યા હતા.
સેનાના પુરિવ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાણા પ્રતાપ કલીતાએ 16 ડિસેમ્બરના રોડ કહ્યું હતું કે મણીપુર હિંસાનું સૌથી મોટુ કારણ કુકી-મૈતેઈ પાસે મોટી સંખ્યામાં શસ્ત્રો અને પડોશી મ્યાનમારની અસ્થિરતા છે. તેમણે કહ્યું કે ભારતીય સેના અને આસામ રાયફલ્સે રાજ્ય પોલીસ અને સીએપીએફ સાથે મળીને મણીપુર હિંસાને મોટાભાગે કંટ્રોલ કરી લીધો છે.
આ પણ વાંચો:Maharashtra/છત્રપતિ સંભાજીનગરની ફેક્ટરીમાં લાગી આગ, દાઝી જવાથી છ લોકોના મોત
આ પણ વાંચો:Hiranandani/મુંબઈના ટ્રાફિકે ઉભી કરી મુશ્કેલી તો અબજોપતિ લોકલ ટ્રેનમાં દોડ્યા ઓફિસે