ભાડજના સંગાથ પાર્ટીપ્લોટ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ટેલરને ઓવરટેક કરવા જતા એક્ટિવાનો અકસ્માત થતાં મેમનગર ગામમાં રહેતા 3 યુવકોના મોત નીપજયાં છે. જ્યારે અન્ય એકને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મેમનગર ગામમાં આવેલા સુખીપુરામાં રહેતા અર્જુન ઠાકોર તેમના કરણજી, રાજેશ પટેલ અને નરેશ વસાવા સાથે ચારેય એક જ એક્ટિવા પર રાતે રકનપુર જવા રવાના થયા હતા. ત્યાં તેમનું કામ પૂરું કરીને, તેઓ ચાર સવારી એક્ટિવા પર પરત ફરી રહ્યાં હતા ત્યારે ભાડજ સંગાથ પાર્ટીપ્લોટ પાસે એક ટેલરને ઓવરટેક કરવા જતાં ટક્કર વાગતા કરણજી અને નરેશ ટેલરના ટાયરના વચ્ચેના ભાગે આવી ગયા હતા જ્યારે રાજેશ અને અર્જુન નીચે પટકાતા તેઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાજેશનું સારવાર દરમ્યાન મોત થયું હતું. ટેલરચાલક ટેલર મૂકી નાસી ગયો હતો.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“MantavyaNews” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.