Ahmedabad News ; વેપારીઓ પાસેથી એક કરોડથી વધુ રકમનો માલ લઈને 61.79 લાખ રૂપિયા પરત ન કરનારા ત્રણ શખ્સો સામે બોડકદેવમાં રહેતા સુનિલભાઈ કે.ફૂલવાણી નામના વેપારીએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વિગત મુજબ હિતેષ કૈલાસ અસરાની, કૈલાશ અસરાની અને મનીષ હસાની નામના શખ્સોએ સારંગપુરમાં કાપડની દુકાનો ધરાવતા સુનિલ ફૂલવાણી તથા અન્ય વેપારીઓ પાસેથી રૂ. 1,07,27,307 ની કિંમતનો રેયોન ફેબ્રિક્સ લેડીઝ કુર્તી કાપડનો માલ લીધો હતો.
આ માલનું પેમેન્ટ 30 દિવસમાં ચુકવવાની ખાતરી આપીને આરોપીઓ વેપારીઓ પાસેતી માલ લઈ ગયા હતા. જેમાં તેમણે ટુકડે ટુકડે રૂ.45.47,356 ચુકવ્યા હતા. પરંતુ બાકીના રૂ.61,79,951 ન ચુકવીને છેતરપિંડી કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાચા ક્રાઈમ બ્રાંચે આરોપીઓની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગીર સોમનાથના વેરાવળમાં વિધર્મીએ નામ બદલી યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો: હું મોટો ડોન છું,પોલીસ કશું બગાડી નહીં શકે કહીને બૂટલેગરે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું ને ₹10 લાખ પડાવ્યા
આ પણ વાંચો: ધોરણ 12ની છાત્રા સાથે વાહનચાલક વિધર્મીએ આચર્યું વારંવાર દુષ્કર્મ