Ahmedabad News : અદાણીના હેલ્થ વેન્ચર્સના નામે કરોડો પડાવ્યા:જયપુર-કોલકાતા ઓફિસ ખોલી ડિસ્ટ્રિબ્યુટરશિપની લાલચ આપી, કંપનીના લોગોનો ઉપયોગ કરી બનાવટી દસ્તાવેજો પણ બનાવી લીધા
ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાનું પ્રમાણ દિવસે દિવસે વધઝતું જાય છે. મોચી કંપનીઓના નામે બનાવટી કુંની ઉભી કરીને ચૂનો ચોપડનારા બદમાશોની સંખ્યા વધી ગઈ છે. આવાજ એક બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસે અદાણી હેલ્થ વેન્ચર્સ નામની બનાવટી ફર્મ બનાવીને માર્કેટિંગ કરી ફાર્મસી ડિસ્ટ્રિબ્યુશન આપવાને બહાને કરોડો રૂપિ.યાની છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં 3 ગઠિયાની પોલીસે ધરપકડ કરી છે.
આ કેસની વિગત મુજબ અદાણી હેલ્થ વેન્ચર્સ નામની કંપનીના મેનેજરે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે AHVL નામની બનાવટી ફર્મ બનાવીને ફરિયાદીની કંપનીના નામનો લોગો ઉપરાંત કંપનીના CIN નંબરનો ઉપયોગ કરીને કંપનીના બનાવટી દસ્તાવેજો તૈયાર કરાયા હતા. ઉપરાંત કંપનીના નામે જયપુર અને કોલકાતામાં ઓફિસો કોલીને અદાણી હેલ્થ વેન્ચર્સ લી. તરફથી ફાર્મસી ડિસ્ટ્રિબ્યુશન આપવાને બહાને લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી.
ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરીને સોમ્યજીત ગાંગુલીની રાજસ્થાનથી, રાકેશકુમાર સાવ અને બિપુલ બિશ્વાસની કોલકાતાથી ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીનો હાહાકાર, 13 જ દિવસમાં 72નાં મોત
આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને મામલે ગેમઝોનના માલિકનો SIT સમક્ષ મોટો ધડાકો, ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ લઈ