- સુરત:નોકરી અપાવવાના બહાને કરાઈ ઠગાઈ
- મનપામાં નોકરીના નામે 8.90 લાખની ઠગાઈ
- પૂર્વ ડે.મેયર છાયા ભુવાના બે દીકરા સામે ફરિયાદ
- રાહુલ ભુવા અને નીરવ ભુવા સામે ફરિયાદ
@દિવ્યેશ પરમાર
Surat News: સુરતના પૂર્વ કોર્પોરેટરના બે પુત્રો સહીત ત્રણ ઈસમોએ સાથે મળી સુરત મહાનગર પાલિકા તેમજ સુરત શહેર પોલીસ વિભાગમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપી 9 લાખ રૂપિયા પડાવી લેવાની ઘટનામાં ઉધના પોલીસે ત્રણ યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉધના પોલીસ પાસેથી મળતી વિગત મુજબ પુણાગામ ભેયાનગરમાં રેહતા ભાનુભાઈ ચોહાણે ઉધના પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે , થોડા સમય અગાઇ તેના સાળા જેનીશ રાઠોડ તેમની પુણાગામ ખાતે આવેલી દુકાને ગયા હતા અને 10 હજાર રૂપિયાની માગ કરી હતી.
નિર્મળ ચૌહાણે 10 હજાર કેમ જોઇએ છે તેવું પુછતા જેનીશ રાઠોડે એવું કહ્યું હતું કે ઉધના મેઇન રોડ પર આવેલા સીલીકોન શોપર્સમાં સ્ટાર પ્રોજેક્ટના નામે ઓફીસ ધરાવતા રાહુલ રશ્મીન ભુવા અને તેનો ભાઈ નિરવ રશ્મીન ભુવા અને અન્ય એક હેમંત ચૌહાણે એવી બાંહેધરી આપી છે કે, તેમની માતા છાયાબેન ભુવા પુર્વ કોર્પોરેટર છે અને તેમનું સુરત મહાનગ પાલિકામાં સેટીંગ છે જેથી સુરત મહાનગર પાલિકા અને પોલીસ ખાતાના એકાઉન્ટ વિભાગમાં તેઓ નોકરી અપાવી દેશે.
જેથી નિર્મળ ચૌહાણ પણ પોતાના છોકરાને નોકરી અપાવવા માટે તૈયાર થયા હતા અને તેના પુત્ર ધાર્મિક તેમજ ભત્રીજા અક્ષય અને અન્ય એક વિજય રાજુભાઇ ભટ્ટી અને જેનીશ રાઠોડ મળી તમામે મનપા અને પોલીસ વિભાગમાં નોકરી માટે ટુકડે ટુકડે રાહુલ અને નિરવ ભુવાને 9 લાખ જેટલી રકમ આપી દીધી હતી.
રૂપિયા પડાવી લીધા બાદ ભુવા બંધુઓએ પોતાનું પોત પ્રકાશ્યું હતું અને ભોગબનનારાઓને થોડો સમય આચારસંહીતા છે, ચુંટણી છે, સાહેબ રજા પર છે તેવું કહીને અલગ-અલગ બહાના બતાવ્યા હતા. ત્યારપછી બોગસ કોલ લેટર આપ્યો હતો અને એવું કહ્યું હતું કે, કાયમી નોકરી થઈ જશે અને સુરત મહાનગરપાલિકાનો યુનિફોર્મ પણ આપીને બે માસ સુધી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરાવી હતી અને બાદમાં હાથ ઉંચા કરી દીધા હતા.
પોતાની સાથે ઠગાઈ થઈ હોય નિર્મળ ચૌહાણે પુર્વ કોર્પોરેટર છાયાબેન ભુવાના બે પુત્રો રાહુલ રશ્મીન ભુવા, નિરવ રશ્મીન ભુવા અને તેમના મળતીયા હેમંત ચૌહાણ સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.જે ફરિયાદ બાદ ઉધના પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: