દેશની સ્વતંત્રતા માટે સિંહફાળો આપ્યો હોય તેવા ગુજરાતી સ્વાતંત્ર સેનાની અને નવસારીના પૂર્વ ધારાસભ્ય દિનકર ભાઈ દેસાઈનું આજ રોજ બીમારી સબબ તેમના નવસારી ખાતેના નિવાસસ્થાને નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. તેઓ નવસારી જિલ્લાના એકમાત્ર હયાત સ્વાતંત્ર સેનાની હતા. તેમના નિધનના પગલે સમગ્ર નવસારી શહેરમાં શોકનું મોજુ ફેલાઇ ગયું છે. તેઓએ હંમેશા તેમના પરોપકારની પ્રવૃત્તિ થકી નવસારીની પ્રજાના દિલ પર રાજ કર્યું છે.
Digital Revolution / નવા વર્ષમાં Reliance Jio રીઝવશે ગ્રાહકોને,1 જાન્યુઆરીથી કોઈપ…
આઝાદીની લડાઈના સ્વતંત્ર સેનાની અને નવસારીના પૂર્વ ધારાસભ્ય દિનકરભાઇ દેસાઇનું આજ રોજ નિધન હોવાના સમાચાર સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે માંદગીના કારણે દિનકરભાઇ દેસાઈએ 97 વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ ભર્યા હતા. નવસારી જિલ્લાના એકમાત્ર સ્વતંત્ર સેનાનીના નિધનના પગલે તેમના પરિવારજનો, સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
Rajkot / આવતીકાલે વડાપ્રધાન મોદીના વરદ હસ્તે રૂ.118 કરોડના “લાઈટ હાઉસ…
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે તેઓના પૂત્ર પિયુષભાઈ દેસાઈ હાલ નવસારી ના ધારાસભ્યનું પદ સંભાળી રહ્યા છે. તેઓએ પણ પિતાના પગલે સમાજમાં સત્કાર્યો થકી સુવાસ ફેલાવી છે. દિનકરભાઇ તરફથી તેમને વારસામાં સમાજ સેવા પ્રાપ્ત થઈ હતી. દિનકર ભાઈના નિધનના પગલે તેઓ પણ ખૂબ જ દુઃખની અનુભૂતિ કરી રહ્યા છે. દિનકરભાઇ આજે સવારે અંતિમ શ્વાસ ભર્યા હતા. તેમના નિધનના પગલે રાજકીય વર્તુળોમાં થી તેઓના પરિવારજનોને શ્રદ્ધાંજલિ તેમજ શોક સંદેશા પાઠવવામાં આવી રહ્યા છે.
Ahmedabad / નકલી પોલીસ બની રોફ જમાવતા બે શખ્સોની ધરપકડ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…