FSSAI News: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) પ્રોટીન સપ્લિમેન્ટ (Protein Supplement) મામલે નિયમો (Rule)વધુ કડક બનાવવા જઈ રહી છે. FSSAI ના એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે યુવાનો (Young man)માં પ્રોટીન સપ્લિમેન્ટ (Protein Supplement) લેવાનું પ્રમાણ વધ્યું છે. કેટલાક કિસ્સામાં તે તેમના માટે હૃદયરોગના હુમલાનું કારણ બની શકે છે. કોરોના બાદ રોગપ્રતિકારક શક્તિ વધારવા લોકો શરીરમાં પ્રોટીન વધારવા પ્રયાસ કરવાલ લાગ્યા છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર સરળ રીતે પ્રોટીન સપ્લિમેન્ટ મળી જાય છે. અમુક સંજોગોમાં ડોક્ટરોના પ્રીસીકીપ્શન જરૂરી હોય છે પરંતુ તબીબના સૂચન વગર પણ લોકો પોતાની રીતે પ્રોટીન લેવા લાગે છે જે તેમના માટે હાનિકારક બને છે.
FSSAIના એક રિસર્ચમાં સામે આવ્યું કે યુવાનો ફિટનેસ મામલે વધુ જાગૃક બન્યા છે. તેઓ ફિટનેસ જાળવવા અને વધુ તંદુરસ્ત બનવા જીમનો સહારો લે છે. અને સાથે ખોરાકમાં પ્રોટિનનો ઉપયોગ વધારે છે. હેલ્થકાર્ટ અને એમેઝોન જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઘણા પ્રકારના પ્રોટીન સપ્લિમેન્ટ્સ ખૂબ ઊંચા ભાવે મળતા હોય છે. લોકો ચોકલેટની જેમ પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેવા લાગ્યા છે. ફિટનેસની દોડમાં પ્રોટીન સપ્લિમેન્ટસનો વધુ પડતો ઉપયોગ શરીર માટે વધુ નુકસાનકારક બને છે. અને તેને લઈને જ સરકાર પ્રોટિન સપ્લિમેન્ટસ પર નિયમો કડક બનાવવાનું પગલું ભરવા જઈ રહી છે.
સંશોધનમાં જાણવા મળ્યું હતું કે સ્ટોર શેલ્ફ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને જીમ પર વેચાતા ઘણા પ્રોટીન પાઉડર અને સપ્લીમેન્ટ્સ ખોટા અને ભ્રામક દાવાઓ સાથે આવે છે. રિપોર્ટ અનુસાર, આ કાર્યવાહીને કારણે ઘણી એવી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લાગી શકે છે જે ધારાધોરણોને પૂર્ણ કરતા નથી. રહી છે જે તબીબી રીતે પ્રમાણિત નથી અથવા ભ્રામક દાવા કરે છે. FSSAI મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતી સામે પગલાં લઈ શકે છે.
FSSAI ના નવા નિયમોમાં દૂષકો માટે ફરજિયાત પરીક્ષણ, ઘટકોનું ચોક્કસ લેબલિંગ અને હાનિકારક પદાર્થો પર કડક મર્યાદાનો સમાવેશ થાય છે. આ સાથે ગ્રાહકોને પણ વધુ જાગૃક બનવા અપીલ કરી છે. FSSAI ગ્રાહકોને સલાહ આપતાં કહ્યું કે તેઓ પ્રોટીન સપ્લિમેન્ટન્સ ખરીદતા પહેલા ચોક્કસપણે ચકાસણી કરે. ગ્રાહકો સપ્લિમેન્ટ્સ પ્રોડક્ટસ પર FSSAI સર્ટિફિકેશન જોવા, લેબલ્સ ધ્યાનથી વાંચે, પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ પાસેથી ખરીદી કરે અને નવા સપ્લીમેન્ટ્સ શરૂ કરતા પહેલા હેલ્થકેર પ્રોફેશનલ્સની સલાહ લો.
આ પણ વાંચો: ફળો પર ચોટાડવામાં આવી રહ્યું છે કેન્સર, FSSAIએ આપી કડક ચેતવણી
આ પણ વાંચો: FSSAI ગુજરાતે 55 ખાદ્યતેલ ઉત્પાદકોને નોટિસ ફટકારી
આ પણ વાંચો: 100 ટકા ફ્રૂટ જ્યુસના દાવા કરનારી કંપની સામે FSSAI નું કડક વલણ