Not Set/ ગાંધીધામ : 14 વર્ષીય તનીષાબાએ ગુજરાત રાજ્યની શૂટિંગ ગેમ્સમાં મેળવ્યો બોન્ઝ મેડલ

ગાંધીધામના ગળપાદર ગામની તનીષાબા ચૌહાણ નામની 14 વર્ષીય દીકરીએ તાજેતરમાં જ ગુજરાત રાજ્યની શૂટિંગ ગેમ્સમાં બોન્ઝ મેડલ જીત્યો હતો. હવે  કોમનવેલ્થ ગેલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધારવા માટે આ દીકરીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં માતા-પિતાએ પણ દીકરીની ઈચ્છા પૂરી કરવા માટે કરકસર કરીને પ્રેક્ટિસ માટે એર પીસ્તલ ગન ખરીદી આપી […]

Top Stories Gujarat Others
પેટ્રોલિયમહિદુસ્તાન 1 ગાંધીધામ : 14 વર્ષીય તનીષાબાએ ગુજરાત રાજ્યની શૂટિંગ ગેમ્સમાં મેળવ્યો બોન્ઝ મેડલ

ગાંધીધામના ગળપાદર ગામની તનીષાબા ચૌહાણ નામની 14 વર્ષીય દીકરીએ તાજેતરમાં જ ગુજરાત રાજ્યની શૂટિંગ ગેમ્સમાં બોન્ઝ મેડલ જીત્યો હતો. હવે  કોમનવેલ્થ ગેલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધારવા માટે આ દીકરીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં માતા-પિતાએ પણ દીકરીની ઈચ્છા પૂરી કરવા માટે કરકસર કરીને પ્રેક્ટિસ માટે એર પીસ્તલ ગન ખરીદી આપી છે.

ગાંધીધામ તાલુકાના ગળપાદર જેવા નાના ગામથી ભારતને આગામી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ લઈ આવનાર મળી શકે એમ છે. જી હા, માત્ર 14 વર્ષીય ક્ષત્રિય સમાજની દીકરીએ શૂટિંગ ગેમ્સમાં તાજેતરમાં ગુજરાત રાજ્યની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.  દીકરીનું સ્વપ્ન હવે દેશ માટે ગોલ્ડ મેડલ મેળવવાનું છે. ખાસ તો શૂટિંગની આ ખર્ચાળ ગેમ્સ માટે પરિવારે પણ અનેક શોખોનો ત્યાગ કર્યો છે.

સરહદી કચ્છ જિલ્લામાં અનેક પ્રતિભાસાળી ટેલેન્ટ જોવા મળે છે.ત્યારે માત્ર 14 વર્ષીય ક્ષત્રિય સમાજની દીકરીએ રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં ગુજરાત રાજ્યની સ્પર્ધામાં તાજેતરમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હજી પણ આ ક્ષેત્રમાં આગળ વધીને તનીષાબા ગોલ્ડ મેડલ મેળવી પરિવાર સાથે દેશનું નામ રોશન કરવા માંગે છે.

તનીષાબા એ જણાવ્યું કે , બ્રોન્ઝ મેડલ મેળવવાની ખુશી છે પણ સાથે ગોલ્ડની ઈચ્છા છે કોમનવેલ્થ ગેમ્સમાં રમીને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવવાની તૈયારી તેઓ અત્યારથી જ કરી રહ્યા છે.ખાસ તો તેમના નિશાના એકદમ પરફેક્ટ હોય છે.સરકાર દીકરીઓને આગળ વધારવા અને મહિલાઓને પ્રોત્સાહન માટે વિવિધ પગલાંઓ ભરી રહી છે ત્યારે તનીષા બા એ પરિવાર તેમજ ક્ષત્રિય સમાજ સાથે ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે.

મધ્યમ વર્ગીય પરિવાર માટે શૂટિંગ ગેમ્સના ખર્ચા પોષાય તેમ નથી હોતા દીકરીને આગળ વધારવા પિતાએ પોતાના સ્વપ્ન સમાન જીપ્સી કાર વેચીને પ્રેક્ટિસ માટે એર પીસ્તલ ગન ખરીદી આપી હતી. શૂટિંગ ગેમ્સ ખુબજ ખર્ચાળ હોવાથી સમગ્ર પરિવાર કરકસર કરી ગુજરાન ચલાવે છે. જેથી દીકરી સારી રીતે પ્રેક્ટિસ કરી શકે.

આમ તો ઘણી આટીઘૂંટી બાદ હથિયાર પરવાના મળતા હોય છે.  પરંતુ  તનીષાબા ચૌહાણની શૂટિંગ ગેમ્સમાં કાબેલિયત જોઈ કચ્છના વહીવટી તંત્ર દ્વારા તેમને હથિયાર પરવાનાનો લાઇસન્સ માત્ર 14 વર્ષની ઉંમરમાં આપવામાં આવ્યો છે. જે મહત્વની બાબત છે. અનેક સ્પર્ધામાં ગોલ્ડ તેમજ અસંખ્ય મેડલ અને પ્રમાણપત્ર મેળવનાર તનીષાબા ચૌહાણનું સ્વપ્ન દેશ માટે ગોલ્ડ લાવવાનો છે. ખાસ તો સરહદી એવા ક્ચ્છ જિલ્લા માંથી પ્રતિભાશાળી ખેલાડીઓને તક મળે એ માટે સરકાર આવા ખેલાડીઓ પર ધ્યાન આપે તે જરૂરી છે.જેનાથી મહિલાઓને પ્રોત્સાહન મળી શકે એમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.