કોરોનાનો કાળમૂખો કહેર રાજ્યમાં સતત વધી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દર કલાકે વધી રહી છે. ત્યારે અમદાવાદ તંત્રએ આ મુસિબતથી બહાર આવવા સંપૂર્ણ લોકોડાઉનની જાહેરાત કરી છે. તો વળી બીજી તરફ રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં પણ આજે કોરોનાનો આંકડો 100 ને પાર કરી ગયો છે. જેને લઇને હવે ગાંધીનગરમાં આવતી કાલથી એટલે કે રવિવારથી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવવાની છે. જે સમાચાર મળતા જ શહેરીજનો જરૂરી વસ્તુઓ લેવા ઘરની બહાર મોટી સંખ્યામાં નિકળ્યા છે. આ સમાચાર બાદ ખાસ કરીને ગાંધીનગરનાં મોટા ભાગનાં રહેવાસીઓ કરિયાણાની દુકાને અને શાકભાજી લેતા જોવા મળ્યા હતા.
ગાંધીનગરમાં તંત્ર દ્વારા આવતીકાલે શહેરમાં દૂધ દવાની દુકાન સિવાય તમામ દુકાનો બંધ રાખવાની સૂચના મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 44 ડિગ્રી તાપમાનમાં નગરજનો કરિયાણું અને શાકભાજી લેવા નિકળી પડ્યા હતા. ગાંધીનગરનાં ઓશિયા મોલ, ડી માર્ટ ખાતે લાંબી લાઈનો લાગી હતી. શાકભાજી લેવા શાકમાર્કેટમાં ભારે ભીડ જામી હતી.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં શુક્રવારનાં રોજ કોરોનાનાં 9 કેસ સામે આવ્યા હતા, જ્યારે આજે તેનાથી વધારે કેસ સામે આવતા લોકોમાં આ વાયરસને લઇને ભયનો માહોલ બન્યો છે. ગાંધીનગરમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત આજે મોડી સાંજ સુધી થાય તેવી સંભાવનાઓ છે. જે બાદ શહેરમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. અમદાવાદ-ગાંધીનગર સરહદ પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જણાવી દઇએ કે, સરહદી ગામોમાં પણ સંપૂર્ણ લોકડાઉન કરાશે. જેમાં અડાલજ, વાવોલ, ઝુંડાલ, કુડાસણ, ભાટ, કોટેશ્વર, નાના ચિલોડામાં તેનો અમલ કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.