ગાંધીનગરઃ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન યોજાનાર એર શો ના રિહસલ દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી. પેરાગ્લાઇડિંગમાં ઉતરાણ કરતી વખતે જવાન નીચે પડકાતા ઇજાગ્રસ્ત થયો હતો. જડેના કારણે તેને પગ મચકોડાઈ ગયો હતો. આ દૂર્ઘટનાને પગલે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જવાન નીચે પટકાતાં રેસ્ક્યૂ ટીમ દોડી આવી હતી.
ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ટાણે વડાપ્રધાનનાં આગમનનાં દિવસે સોમવારે એરફોર્સ દ્વારા એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે સ્વર્ણિમ પાર્ક ખાતે એરફોર્સની આકાશગંગા ટીમ દ્વારા સુર્યકિરણ એરશોનું રીહર્સલ કરવામાં આવ્યું હતું. આ રીહર્સલને નિહાળવા સ્વર્ણિમ પાર્કમાં 25 હજારથી વધુ નાગરીકોએ બેઠક જમાવીને પેરાશૂટથી જમ્પ કરીને નીચે ઉતરી રહેલા પેરા જમ્પર્સ જવાનોને તાળીઓનાં ગડગડાટથી વધાવતા રહ્યા હતા.