- 24 તારીખે વિધાનસભાનો ઘેરાવનું એલાન
- કોંગ્રેસના ધારાસભ્ય વજેસિંગ નું સમર્થન
- ખોટા પ્રમાણપત્રના આધારે નોકરી મેળવનારને દૂર કરવા માંગ
- સરકારી નોકરીમાં પસંદગી પામેલા લોકોને દૂર કરવા માંગ
- ભાજપના સંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત
ગીર બરડા આલેચ ના ખોટા આદિવાસી ઓ ના પ્રમાણપત્ર રદ કરી સાચા આદિવાસી ઓ ને લાભ મળે તે માટે છેલ્લા 7 દિવસ થી સત્યાગ્રહ છાવણી ખાતે સાચા આદિવાસી સમાજ ના લોકો ધરણા પર બેઠા છે. જેના સમર્થન માં આજે ભાજપ ના સાંસદ મનસુખ વસાવા , કોંગ્રેસ ના ધારાસભ્ય વજેસિંગ , ઝાલોદ ના ધારાસભ્ય ભાવેશ કટારા, પૂર્વ સાંસદ પ્રભાબેન તેમજ પૂર્વ સાંસદ બાબુભાઇ કટારા આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પહોચ્યાં હતા.
મનસુખ વસાવા, સાંસદ ભાજપ
મનસુખ ભાઈ નું કહેવું છે કે ખોટા આદિવાસી ના પ્રમાણ પત્રો રદ થવા જોઈએ અને સાચા આદિવાસી ઓ ને લાભ મળવો જોઈએ. મેં સંસદમાં જીરો અવર્સ માં પ્રશ્ન ઉઠાવ્યો હતો અને રાજ્ય સરકારમાં પણ રજુઆત કરી છે, હું સમાજનું પ્રતિનિધીત્વ કરું છું. અને હું સમાજની સાથે રહીશ.
ઝાલોદ ના ધારાસભ્ય ભાવેશ કટારા
ઝાલોદ ના ધારાસભ્ય ભાવેશ કટારા નું કહેવું છે કે અત્યાર સુંધી અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કર્યું છે. પણ જરૂર પડશે તો ચંદ્રશેખર આઝાદ પણ બનીશું.
કોંગ્રેસ ના ધારાસભ્ય વજેસિંગ
ત્યારે કોંગ્રેસ ના વજેસિંઘ એ ચિમકી ઉચારી હતી કે, જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો આવનારી 24 ફેબ્રુ.એ વિધાનસભા ચાલુ થાય છે ત્યારે અમે વિધાનસભા નો ઘેરાવ કરીશું. સરકાર ને જે કરવું હોય તે કરી લે.
પૂર્વ સાંસદ પ્રભાબેન
પૂર્વ સાંસદ પ્રભાબેન એ આ અંગે જણાવ્યું હતું કે સરકાર જે લોકો વર્ષો થી જે આદિવાસી વિસ્તાર છોડી ને જતા રહ્યા છે. તેમને પણ આદિવાસી ગણી ને સાચા આદિવાસીઓને અન્યાય કરી રહી છે. અમારા છોકરાને આદિવાસીનું સર્ટી લેવા માટે 10 જેટલા પુરાવા માંગે છે અને ખોટા આદિવાસીઓના નાના બાળકોને પણ પ્રમાણપત્ર આપી દે છે. જયારે પૂર્વ સાંસદ બાબુ કટારા એ જણાવ્યું હતું કે આદિવાસી ઓ ના હક માટે અમે લડી લઈશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.