વેબસાઈટ હેક/ ગાંધીનગર કોર્પોરેશનની વેબસાઈટ કરાઇ હેક, તુર્કી હેકર્સે લખ્યું – મિત્ર….

વેબસાઈટ હેક કરીને તુર્કી હેકરો દ્વારા સંદેશ પણ મુકવામાં આવ્યો છે, કે અમારા મિત્ર બનો, દુશ્મન ન બનો. આ સાથે વધુ વેબસાઈટ પર લખવામાં આવ્યું છે, કે ‘જુલમ…

Top Stories Gujarat Others
વેબસાઈટ હેક

શમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજીનો ઉપયોગ વધતા સાઈબર ક્રાઈમના ગુનાને અંજામ આપનારાઓ પણ સક્રીય થયાં છે. દરમિયાન ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં કોર્પોરેશનની વેબસાઈટ હેક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તુર્કી સાયબર આર્મીએ વેબસાઈટ હેક કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં લખવામાં આવ્યું છે કે, ‘હેલ્લો એડમિન, સિસ્ટમ હેક’.

આ પણ વાંચો :પ્રેમિકાના ઘર પાસે અપશબ્દ બોલતા ચાર યુવકોએ માર મારતા યુવકનું મોત

આ વેબસાઈટ હેક કરીને તુર્કી હેકરો દ્વારા સંદેશ પણ મુકવામાં આવ્યો છે, કે અમારા મિત્ર બનો, દુશ્મન ન બનો. આ સાથે વધુ વેબસાઈટ પર લખવામાં આવ્યું છે, કે ‘જુલમ સાથે આબાદ છે તે સફળ થશે.’ વધુ એક સંદેશમાં લખ્યું છે કે,” જે લોકો આ વિશ્વને નરક બનાવે છે, એટલે અમે આ વિશ્વને સંકુચીત બનાવી શકીએ છીએ”

આ પણ વાંચો :મોડાસામાં હોમગાર્ડની ભરતીમાં આવેલા યુવકનું ફિઝિકલ ટેસ્ટ બાદ થયું મોત

સાથે જ તુર્કી ભાષામાં લખાણ લખીને ચેતવણી પણ આપવામાં આવી છે. ઈન્ટરનેશનલ ફોર્સ યુનિટ કમાન્ડ યુનિટના નામે આ મેસેજ લખવામા આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી તમામ માહિતી હેકર્સે હટાવી દીધી છે.

ગુજરાતમાં તુર્કી સાયબર આર્મી દ્વારા પ્રાથમિક જાણકારીમાં પ્રથમ વાર વેબસાઈટ હેક થઈ હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગાંધીનગર મહાનગર પાલિકામાં ગત મહિને જ તમામ 44 બેઠકો પર ચુંટણી યોજવામાં આવી હતી જેમાં આ વખતે ભાજપે જીત હાંસીલ કરી હતી.

વેબસાઈટ હેકની જાણકારી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને સાયબર ક્રાઈમબ્રાન્ચ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો :રિલીફ રોડ પર આવેલ કોમ્પ્લેક્ષમાં લાગી આગ, લોકો અંદર ફસાયા હોવાની આશંકા

આ પણ વાંચો :મોબાઈલ બન્યો બોમ્બ, બાલાસિનોરમાં બેટરી ફાટતાં કિશોરના કપાયા હાથના ટેરવા

આ પણ વાંચો : ભાવનગરમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની શોર્ટ ફિલ્મ ઓસ્કારની દોડમાં