Not Set/ ગાંધીનગર: શક્તિસિંહના આક્ષેપો પાયા વિહોણાં: નાયબ મુખ્યમંત્રી

ગાંધીનગર, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી પર કરેલા આક્ષેપોને પાયા વિહોણા જણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓમાં અત્યારે અંદરોઅંદર પોતે મોટા નેતા હોવાનું બતાવવા માટે હોડ જામી છે, પરંતુ લખનૌમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ક્યાંય શક્તિસિંહ ગોહિલના નામનો ઉલ્લેખ કર્યો નહીં હોવાથી તેમણે બંધ બેસતી પાઘડી પહેરી બેબુનિયાદ અને […]

Top Stories Gujarat
mantavya 313 ગાંધીનગર: શક્તિસિંહના આક્ષેપો પાયા વિહોણાં: નાયબ મુખ્યમંત્રી

ગાંધીનગર,

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી પર કરેલા આક્ષેપોને પાયા વિહોણા જણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓમાં અત્યારે અંદરોઅંદર પોતે મોટા નેતા હોવાનું બતાવવા માટે હોડ જામી છે, પરંતુ લખનૌમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ક્યાંય શક્તિસિંહ ગોહિલના નામનો ઉલ્લેખ કર્યો નહીં હોવાથી તેમણે બંધ બેસતી પાઘડી પહેરી બેબુનિયાદ અને ખોટા આક્ષેપો કરી પ્રતિષ્ઠાને નુકસાન થયાનો ખોટો માહોલ ઊભો ના કરવો જોઈએ.

લખનઉમાં પત્રકાર પરિષદ દરમિયાન ઉત્તર પ્રદેશના એક સ્થાનિક પત્રકારે સવાલ પૂછ્યો હતો કે અલ્પેશ ઠાકોરે પરપ્રાંતિયો પર હુમલો કરવા માટે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું તો તેમની સામે શું પગલાં લેવાયા છે. આ પ્રશ્નનો જવાબ મુખ્યમંત્રીએ આપ્યો હતો. આ દરમિયાન પણ તેમણે કોઈનું નામ લીધું ન હતું. અલ્પેશ ઠાકોરનું નામ પત્રકારે લીધું હતું, મુખ્યમંત્રીએ નહીં.

અલ્પેશ ઠાકોરે સામે જે આક્ષેપો થયા હતા તે જગજાહેર છે. તેમણે પોતાના પ્રસિદ્ધિ માટે જ બિહારીઓને ગુજરાત બહાર જવાનું એલાન કરતા વીડિયો વાયરલ કર્યા હતા. હાલ ગુજરાતમાંથી કોંગ્રેસના બે નેતાઓ બિહારના પ્રભારી અને સહપ્રભારી તરીકે કાર્યરત છે.