Not Set/ ગાંધીનગર/ મધ્યાહન ભોજન કર્મચારીઓનું આંદોલન, માંગણીઓ નહિ સ્વીકારાય તો જલદ કાર્યક્રમની ચીમકી

ખરા અર્થમાં સત્યાગ્રહ છાવણીમાં ફેરવાયેલા ગાંધીનગર ખાતે આજે બે દિવસથી મધ્યાહન ભોજન કર્મચારી આંદોલન પર બેઠા છે. આ કર્મચારીઓ પોતાની કેટલીક માંગણીઓને લઈને સરકાર સામે મોર્ચો માંડીને બેઠા છે. આ કર્મચારીઓની માંગણી છેકે તેમને નોકરી પર કાયમી કરવામાં આવે સાથે સાથે તેમને મળતું લઘુતમ વેતન  હાલ 1500 થી 300 રૂ માસિક છે જે ખૂબ ઓછું […]

Uncategorized
જામ 3 ગાંધીનગર/ મધ્યાહન ભોજન કર્મચારીઓનું આંદોલન, માંગણીઓ નહિ સ્વીકારાય તો જલદ કાર્યક્રમની ચીમકી

ખરા અર્થમાં સત્યાગ્રહ છાવણીમાં ફેરવાયેલા ગાંધીનગર ખાતે આજે બે દિવસથી મધ્યાહન ભોજન કર્મચારી આંદોલન પર બેઠા છે. આ કર્મચારીઓ પોતાની કેટલીક માંગણીઓને લઈને સરકાર સામે મોર્ચો માંડીને બેઠા છે.

આ કર્મચારીઓની માંગણી છેકે તેમને નોકરી પર કાયમી કરવામાં આવે સાથે સાથે તેમને મળતું લઘુતમ વેતન  હાલ 1500 થી 300 રૂ માસિક છે જે ખૂબ ઓછું છે તે પણ વધારવાની માંગ કરી રહ્યા છે. આ યોજનાનું  ખાનગીકરણ કરવા અંગે પણ આ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. કુલ 96000 કર્મચારી ઓ આ અંદોલનમાં જોડાયા છે.

જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો 96000 કર્મચારી દ્વારા તાલુકા જિલ્લામાં પૂતળા દહનના જલદ કાર્યક્રમો આપવામાં આવશે. અને ત્યાર બાદ પણ જો માંગણીઓનો સ્વીકાર નહિ કરવામાં આવે તો ઇચ્છામૃત્યુની માંગ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.