Gandhinagar News: ગુજરાત મેરી ટાઇમ બોર્ડ (Maritime Board) ની ઓફિસમાં ગાંધીનગર પોલીસે દરોડા પાડ્યા છે. પત્રકાર મહેશ લાંગા સાથે સંકળાયેલી કેસની બાબતમાં આ બહુ મોટો ઘટનાક્રમ છે. રાજ્યના બંદરો અંગે માહિતી લીક કરવાના કેસમાં તપાસની કાર્યવાહી થઈ રહી હોવાની વિગતો બહાર આવી રહી છે.
ગાંધીનગર પોલીસની છ ટીમ ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ત્રાટકી છે. આ કેસમાં સાંજ સુધીમાં એક કે બે ફરિયાદ દાખલ થાય તેવી સંભાવના છે. આ કેસમાં દરોડા પડ્યા હોવાતી આગામી દિવસોમાં તેમા મોટા ફણગા ફૂટે તેમ માનવામાં આવે છે.
રાજ્યમાં 200 કરોડના GST કૌભાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા હતા. EDએ GST કૌભાંડમાં ગુજરાતમાં 23 જગ્યાએ તપાસ શરૂ કરી છે. ઈડીએ મની લોન્ડરિંગની શંકાના આધારે ગુજરાતમાં 23 સ્થળોએ રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. EDના દરોડામાં રાજ્યમાંથી 200 કરોડનું GST કૌભાંડ ઝડપાયું હતું. GST કૌભાંડમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
રાજ્યમાં 200 કરોડના GST કૌભાંડને લઈને EDએ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વેરાવળ, જૂનાગઢ વગેરે જિલ્લાઓમાં મોટી કાર્યવાહી કરી છે. EDએ GST કૌભાંડ અને મની લોન્ડરિંગની શંકાના આધારે ગુજરાતમાં 23 સ્થળોએ દરોડા પાડ્યા હતા. GST કૌભાંડ કેસમાં તપાસ એજન્સી આ કાર્યવાહી કરી રહી છે. EDએ આ કેસમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા અમદાવાદની ક્રાઈમ ડિટેક્શન બ્રાન્ચે આ કેસમાં પત્રકાર સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. આ પછી કેસ નોંધવામાં આવ્યો હતો. હવે આ ક્રમમાં ED આજે દરોડા પાડી રહી છે.
મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યા પછી, EDએ ગુરુવારે રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને વેરાવળમાં લગભગ 23 સ્થળોએ દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં ધરપકડ કરાયેલા પત્રકાર મહેશ લંગાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: GST ફ્રોડ કેસમાં EDની કાર્યવાહી,23 સ્થળો પર EDના દરોડા
આ પણ વાંચો: જીએસટી કૌભાંડમાં ભાજપના વિધાનસભ્ય ભગવાન બારડના પુત્ર સુધી રેલો પહોંચ્યો
આ પણ વાંચો: છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા પંચાયતની સ્થિતિ