રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાં રહેતા પ્રપૌત્ર સતીશ ધુપેલિયાનું કોરોના વાયરસની ઝપેટમાં જ્હોનિસબર્ગમાં નિધન થયું છે. તેઓએ રવિવારે અંતિમ શ્વાસ લીધા હતાં.પરિવારના એક સભ્યએ જણાવ્યા પ્રમાણે તેઓનો ત્રણ દિવસ પહેલા જ 66મો જન્મદિવસ હતો.
આ અંગે મીડિયાના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે સતીશ ધુપેલિયાના બહેન ઉમા ધુપેલિયા મેસથ્રીએ કોરોના વાયરસની ઝપેટમાં પોતાના ભાઇના નિધનની પુષ્ટી કરી છે. તેઓએ જણાવ્યું કે સતીશ ધુપેલિયા છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં ન્યુમોનિયાની સારવાર લઇ રહ્યા હતા, આ દરમિયાન તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતાં.
આ અંગે વધુમાં ઉમાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે “મારા ભાઇની ન્યુમોનિયાની બીમારી હોવાના કારણે એક મહીના બાદ નિધન થયું છે. તેઓ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુપરબગના સંપર્કમાં આવ્યા હતાં. તેમજ ત્યારબાદ તેમને કોવિડ-19 પણ થયો. તેઓને સાંજના સમયે કાર્ડિક અરેસ્ટ આવ્યોહતો.”
સતીશ ધુપેલિયાને એક બીજા બહેન છે જેમનું નામ કીર્તિ મેનન છે. તેઓ પણ જ્હોનિસબર્ગમાં રહે છે. અહી તેઓ મહાત્મા ગાંધીજીની સ્મૃતિઓને ઉજાગર કરતી પરિયોજનાઓમાં સક્રિય છે. આ ત્રણેય ભાઇ-બહેન મણિલાલ ગાંધીના વંશજ છે, જેઓને મહાત્મા ગાંધીએ બે દાયકા પછી ભારત પરત ફર્યા બાદ પોતાનું કામ ચાલુ રાખવા માટે દક્ષિણ આફ્રિકામાં રહેવા દીધા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….