સનાતન ધર્મ મુજબ ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી શ્રી વેદવ્યાસજીએ ભાગવત કથા ગણપતિજીને સતત 10 દિવસ સુધી સંભળાવી હતી. જેને ગણપતિએ પોતાના દાંતથી લખી હતી. દસ દિવસ પછી જ્યારે વેદવ્યાસજીએ આંખ ખોલી તો જોયું કે 10 દિવસની અથાક મહેનત બાદ ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું છે. તરત જ વેદ વ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં લઇ જઈને સ્નાન કરાવીને ઠંડા કર્યા હતા. તેથી ભાદ્રપદ શુકલ ચતુર્થીના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને ભાદ્રપદ શુક્લ ચતુર્દશી અર્થાત અનંત ચતુર્દશીના રોજ તેમને ઠંડા કરી વિસર્જન કરવામાં આવે છે.
ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે ગણપતિને બુદ્ધિનાં દેવ પણ માનવામાં આવે છે કારણ કે આ એક વૈજ્ઞાનિક તથ્ય છે કે મનુષ્યનાં મસ્તિષ્કમાં અધિકાંશ તરળ ભાગ જ છે. આ માટે તો ગણપતિને સ્થાપના બાદ જળમાં જ વિસર્જિત કરવામાં આવે છે કારણ કે જળ એ ગણપતિનું નિવાસ સ્થાન માનવામાં આવે છે.
ચતુર્થી અને ચતુર્દર્શી ગણેશજીની પ્રિય તિથિ છે. તેથી ગણેશજીની ન્યાસ ધ્યાન પૂજન અને વિસર્જન સદૈવ ચતુર્થી કે ચતુર્દશીના રોજ કરવામાં આવે છે.
આજે ભારત ભરમાં ઠેર ઠેર જ્યાં જ્યાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. દરેક પાંડાલની મૂર્તિનું નદી તળાવ કે સમુદ્ર માં વિસર્જન કરવામાં આવશે. અમદાવાદ ખાતે પણ ઘણી જગ્યા એ મુર્તિ વિસર્જન માટે કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યુ છે. અને લોકોને આ કૃતિમ તળાવમાં જ મુર્તિ વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવી છે.
આ સાથે શ્રધ્ધાળુઓએ નક્કી કરેલા દિવસે મૂર્તિનું વિસર્જન કરવા સાબરમતી રિવરફ્રન્ટ પર વિશાળ ખાડો કરી નિષ્ણાત કારીગરો દ્વારા ઇંટો, તાડપત્રી અને લાકડાની રેલિંગ કરી કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યાં છે. જેથી કરીને નદીમાં પૂજાપો અને પીઓપી જમા ના થાય. અને સાથે સાથે નદીના પ્રવાહમાં તણાવા જેવી દુર્ઘટના થી બચી શકાય તે માટે પ્રશાસન દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.