હળવદ/ એક અઠવાડિયાથી ગેસ રિફિલ આપવાનું બંધ, ગૃહિણીઓમાં હાહાકાર

પેટ્રોલ ડીઝલ બાદ હવે રાંધણગેસના ભાવમાં પણ ભડકો થવાના એંધાણ વચ્ચે ભારત ગેસ એટલે કે બીપીસીએલ કંપનીના ગ્રાહકોને એક અઠવાડિયાથી ગેસના બાટલા મળતા બંધ થતાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.

Gujarat Others
Untitled 36 23 એક અઠવાડિયાથી ગેસ રિફિલ આપવાનું બંધ, ગૃહિણીઓમાં હાહાકાર
  • ભારત ગેસના ગ્રાહકોને રાંધણગેસના બાટલા ન મળતા દેકારો 
  • બીપીસીએલ કંપનીની બલ્ક સપ્લાય ચેઇન તૂટતા હળવદ સહિત સમગ્ર રાજ્યમાં ગ્રાહકોને બાટલા મળતા બંધ

આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળતા પેટ્રોલ ડીઝલ બાદ હવે રાંધણગેસના ભાવમાં પણ ભડકો થવાના એંધાણ વચ્ચે ભારત ગેસ એટલે કે બીપીસીએલ કંપનીના ગ્રાહકોને એક અઠવાડિયાથી ગેસના બાટલા મળતા બંધ થતાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. મોરબી જિલ્લામાં એકલા હળવદ તાલુકામાં જ 26000 ગ્રાહકો બાટલાની લાઇનમાં છે. જો કે સમગ્ર મામલે પુરવઠા તંત્ર અંધારામાં છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેર જિલ્લા અને ખાસ કરીને હળવદ તાલુકામાં બીપીસીએલ એટલે કે ભારત ગેસ કંપનીના ગ્રાહકોને એક અઠવાડિયાથી રાંધણગેસના બાટલા ન મળતા હોય ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. હળવદથી મળતા અહેવાલો મુજબ અહીં 26000 ગ્રાહકો બાટલો મેળવવાની લાઈનમાં છે.

જો કે, ભારતગેસમાં શોર્ટ સપ્લાય અંગે જિલ્લા પુરવઠા વિભાગનો સંપર્ક કરાતા આ મામલે કોઇ જ જાણકારી ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ સૌરાષ્ટ્ર – કચ્છ ગેસ ડીલર એસોશીએશનના હોદ્દેદારોનો સંપર્ક કરાતા બીપીસીએલ કંપનીની બલ્ક સપ્લાય ચેન તૂટતા મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આ સ્થિતિ નિર્માણ થઈ હોવાનું અને હજુ પણ તા.28 માર્ચ સુધી સપ્લાય પૂર્વવત થાય તેમ ન હોવાના સંકેતો આપ્યા હતા

આસ્થા / સતત ધનની ખોટ કે કામનો બોજ વધી રહ્યો છે તો આ ગ્રહ બની શકે છે કારણ, જાણો ઉપાયો

આસ્થા / 31 માર્ચે હિન્દુ પંચાંગની છેલ્લી અમાવસ્યા, જો તમે પિતૃ દોષથી પરેશાન છો તો આ ઉપાયો કરો

Life Management / ગુરુએ શિષ્યને પાણી લાવવા કહ્યું, ઝરણાનું પાણી ગંદુ જોઈને તે પાછો ફર્યો, ગુરુએ તેને ફરીથી મોકલ્યો ત્યારે…